ETV Bharat / state

પાટણમાં બિસ્માર બનેલા માર્ગોનું રિપેરિંગ કામ શરૂ કરાયું - patannews

પાટણ શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે બિસ્માર બનેલા માર્ગોનું રીપેરિંગ કામ પાલિકા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તબક્કાવાર શહેરના મુખ્ય માર્ગો તેમજ મહોલ્લા, પોળો અને સોસાયટી નજીકથી પસાર થતાં માર્ગોને રીપેર કરવામાં આવશે.

Patan
પાટણ
author img

By

Published : Oct 4, 2020, 11:42 AM IST

  • પાટણમાં બિસ્માર બનેલા માર્ગોનુ રિપેરિંગ કામ શરૂ કરાયું
  • ઉબડખાબડ માર્ગનું પેચ વર્ક કરવાની કામગીરી શરૂ
  • 40 જેટલા માર્ગોને રીપેર કરવા માટે રૂપિયા દોઢ કરોડ મંજૂર
  • પાટણ શહેરમાં રૂપિયા 5 કરોડના ખર્ચે ડામર રોડ બનાવવામાં આવશે

પાટણ: સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે ભારે વરસાદને કારણે રસ્તાઓમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પાટણ શહેરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો તેમજ મહોલ્લા, પોળો નજીકથી પસાર થતાં માર્ગોનુ ધોવાણ થતાં આ માર્ગો બિસ્માર બન્યા છે.

પાટણમાં બિસ્માર બનેલા માર્ગોનુ રિપરિંગ કામ શરૂ

આવા ઊબડખાબડ અને મગરની પીઠ જેવા રોડ પરથી પસાર થવામાં વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે, ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ૪૦ જેટલા માર્ગોને રીપેર કરવા માટે રૂપિયા દોઢ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ કામ માટેના વર્ક ઓર્ડર જે તે એજન્સીને આપતા શનિવારે શહેરના હિંગળાચાચર થી ઓમ કોમ્પલેક્ષ સુધીના ઉબડખાબડ માર્ગનું પેચ વર્ક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આ ઉપરાંત પાટણ શહેરમાં રૂપિયા 5 કરોડના ખર્ચે આગામી સમયમાં નવીન ડામર રોડ પણ બનાવવામાં આવશે. દિવાળી સુધીમાં પાટણ શહેરના વિવિધ માર્ગોનું નવિનીકરણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.