ETV Bharat / state

Ration Shop Owners Strike: સસ્તા અનાજના દુકાન સંચાલકોની હડતાળને પરિણામે પાટણ જિલ્લાના બે લાખથી વધુ રેશનકાર્ડ ધારકો મુંજવણમાં મુકાયા - કેબિનેટ પ્રધાન

ગુજરાતમાં સસ્તા અનાજની દુકાના સંચાલકોની હડતાળ વ્યાપક બની રહી છે. આ હડતાળમાં એક એક કરીને અનેક જિલ્લા જોડાઈ રહ્યા છે. હવે પાટણ જિલ્લાના સસ્તા અનાજની દુકાનના સંચાલકો આ હડતાળમાં જોડાતા 2 લાખ રેશનકાર્ડ ધારકો મુંજવણમાં મુકાયા છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક

સસ્તા અનાજના દુકાન સંચાલકોની હડતાળ પાટણ જિલ્લામાં પહોંચી

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 1, 2023, 5:50 PM IST

પાટણઃ ગુજરાત રાજ્યમાં આજથી સસ્તા અનાજની દુકાનના સંચાલકો પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળમાં એક એક કરીને જિલ્લા જોડાતા જાય છે. હવે પાટણ જિલ્લાના સસ્તા દુકાનના સંચાલકો પણ જોડાઈ ગયા છે. કુલ 500 જેટલી સસ્તા અનાજના દુકાન સંચાલકો આ હડતાળમાં જોડાયા છે. જેના પરિણામે પાટણ જિલ્લાના 2 લાખથી વધુ રેશનકાર્ડ ધારકો તહેવારના દિવસોમાં મુંજવણમાં મુકાઈ ગયા છે.

પાટણ જિલ્લાના બે લાખથી વધુ રેશનકાર્ડ ધારકો મુંજવણમાં મુકાયા

અગાઉની મીટિંગ નિષ્ફળઃ અગાઉ ગુજરાત સરકારે સસ્તા અનાજ દુકાન સંચાલક એસોસિયેશનના આગેવાન પ્રહલાદ મોદી અને મહિપત સિંહ ગોહિલ સાથે મીટિંગ કરી હતી. આ મીટિંગમાં ગુજરાત સરકારે સંચાલકોને મિનિમમ 20,000 રુપિયા કમિશનનું વચન આપ્યું હતું. જો કે બીજા દિવસે કરેલ જીઆરમાં 300 રેશન કાર્ડની શરત ઉમેરતા મોટા ભાગના દુકાનદારોને અન્યાય થયો હતો. સરકારની હૈયાધારણ નિષ્ફળ નિવડતા આજથી સસ્તા અનાજની દુકાન સંચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. પાટણ જિલ્લાના કુલ 500 જેટલા દુકાન સંચાલકો આ હડતાળમાં જોડાઈ ગયા છે. જેના પરિણામે સમગ્ર પાટણ જિલ્લાના કુલ 5,27,422 રેશનકાર્ડ ધારકોને દિવાળીના દિવસોમાં અનાજના જથ્થાથી વંચિત રહેવાની સ્થિતિ પેદા થઈ છે.

સસ્તા અનાજની દુકાન સંચાલકોએ પડતર પ્રશ્નો મામલે સરકારને અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે. આ મામલે સર્વ સંમતિ સંધાઈ હોવા છતાં પડતર માંગણીઓની સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે. હકારાત્મક પ્રતિસાદ નહીં મળતા ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડી છે. સરકારે દુકાનોના સંચાલકોને 20,000 કમિશન આપવાનું વચન આપ્યું હતું તેમ છતાં માંગણી પૂરી કરવામાં આવી નથી...તળજાભાઈ દેસાઈ(પ્રમુખ, સસ્તા અનાજની દુકાન સંચાલક એસોસિયેશન, પાટણ)

પાટણ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનના સંચાલકોના સંગઠન કે પ્રમુખ દ્વારા હડતાલ અંગેનું કોઈ આયોજન પત્ર કે કોઈપણ જાતની રજૂઆત હજી સુધી અમારી પાસે કરવામાં આવી નથી. છતાં પણ આ બાબતે સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવશે તે પ્રમાણે પુરવઠા વિભાગ દ્વારા વિતરણ અંગેની કામગીરી કરાશે...દિનેશભાઈ નીનામા(જિલ્લા પુરવઠા અધિકારી, પાટણ)

  1. Ration Shop Owners Strike: સસ્તા અનાજના દુકાનદારોની હડતાળથી ગરીબોને મળતું અનાજ અટકી નહીં જાયઃ કુંવરજી બાવળિયા
  2. Ration Shop Owners Strike: સસ્તા અનાજના દુકાનદારો આ હડતાળને પોતાની જીદ નહિ પરંતુ મજબૂરી ગણાવે છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.