ETV Bharat / state

પાટણમાં રેલવે ઓવરબ્રિજ બનાવવા રેલવે અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું

પાટણ શહેરના યુનિવર્સિટી રોડ પર રેલવે ફાટક પર રાજ્ય સરકારના જીયુડીસી દ્વારા રૂપિયા ૫૦ કરોડના ખર્ચે મંજૂર કરાયેલા ઓવરબ્રિજ બનાવવામાં આવે તે હેતુથી રેલવે વિભાગના મહેસાણા ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયર અને તેમની ટીમે આ બ્રિજ માટે નિયુક્ત કરેલા કન્સલ્ટન્ટ તથા નગરપાલિકાના સત્તાધીશો સાથે કન્સલ્ટન્ટે બનાવેલી બ્રિજની ડિઝાઇન અંગે ચર્ચા કરી હતી.

author img

By

Published : May 29, 2020, 4:38 PM IST

પાટણમાં રેલવે ઓવરબ્રિજ બનાવવા રેલવે અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું
પાટણમાં રેલવે ઓવરબ્રિજ બનાવવા રેલવે અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું

પાટણઃ અતિવ્યસ્ત રહેતા એવા યુનિવર્સિટી રેલવે ફાટક ઉપરથી ટ્રેનની ટ્રાફિક વધતાં સતત ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોવાથી પાટણ નગરપાલિકાએ રાજ્ય સરકારની સૂચનાથી બે ઓવર બ્રિજ તથા પાંચ અંડરબ્રિજ બનાવવાની દરખાસ્ત સરકારમાં કરી હતી. આ દરખાસ્ત પૈકી જીયુડીસીએ ફાટક વિહીન રેલવે ટ્રેક યોજના અંતર્ગત પાટણ નગરપાલિકાને આ ઓવરબ્રિજ બનાવવા માટે રૂપિયા ૫૦ કરોડની મંજૂરી આપવાની સાથે એક કન્સલ્ટન્ટ પણ નિમ્યો હતો. આ કન્સલ્ટન્ટે પહેલા પ્રાથમિક સર્વે કરીને તેના પ્લાન નકશા અને ટી આકારના બ્રિજની ડિઝાઈન તૈયાર કરી હતી.

આ બ્રિજ માટે તાજેતરમાં સોઈલ ટેસ્ટ પણ કરાયું હતું. રેલવે ટ્રેક ઉપરનો હિસ્સો રેલવેના નિયમો પ્રમાણે બનાવવામાં આવતો હોવાથી આ ભાગની ડિઝાઇન રેલવે વિભાગ તૈયાર કરશે.

કન્સલ્ટન્ટે બનાવેલી બ્રિજની ડિઝાઇન અંગે ચર્ચા કરી

પાટણ-કાંસા-ભીલડી રેલવે લાઈન દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરો સાથે જોડાયેલી હોવાથી ભવિષ્યમાં આ લાઈન ઉપર ડબલડેકર ટ્રેનો દોડી શકે તેમ હોવાથી બ્રિજની ઊંચાઇ વધારવી પડી શકે છે. તથા આ લાઇનનું વીજળીકરણ કરવાનું પણ થઈ શકે છે. તેમજ પાટણના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ વધારવા કે તેની લંબાઈ વધારવી પડે તેમ છે. અત્યારથી તેની ભવિષ્યની યોજનાને ધ્યાનમાં રાખી, જોગવાઈઓ સાથેનો જ બ્રિજ બને તેવા હેતુથી રેલવેના ડેપ્યુટી એન્જિનિયર અને તેમની ટીમ પાટણ આવીને જરૂરી સૂચનોની આપ-લે કરી હતી. અને કન્સલ્ટન્ટે બનાવેલી ડિઝાઇન નકશામાં જરૂરી ફેરફારો કરવામાં આવી શકે છે. તેવા સંકેતો પણ આપ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.