પાટણ: રાધનપુર હાઇવે ચાર રસ્તાથી હારીજ ચાણસ્માના બે કિલોમીટર સુધીના રોડ પર વરસાદી પાણી ભરાઈ જાય છે. આ પાણીના નિકાલ માટેની કોઇ વ્યવસ્થા નથી. જેના કારણે હાઇવે વારંવાર તૂટી જાય છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા હાલની સપાટીથી 1 ફુટ રોડ ઉપર ઉઠાવવામાં આવે તેમજ ટ્રાફિકની સમસ્યા નિવારવા ફોરલેન બનાવવામાં આવે અને વચ્ચે ડીવાઈડર મૂકવામાં આવે સહિતના સૂચનો સાથે નાયબ મુખ્યપ્રધાનને રજૂઆત કરી હતી.
રોડની બંને બાજુ ગટર લાઈન તથા ફુટપાટની લંબાઈ વધારવામાં આવે, આ રોડ ઉપર હાલ છ જેટલા નાળા આવેલા છે. જે નાના હોવાથી ઝડપથી પાણીનો નિકાલ થતો નથી અને વારંવાર રોડનું ધોવાણ થાય છે. તો મોટા નાળા બનાવવામાં આવે તો પાણી ઝડપથી વહી જાય તેમ છે. તે અંગે રાધનપુરના ધારાસભ્ય દેસાઈએ આ પ્રમાણેના સૂચનો સાથે નાયબ મુખ્યપ્રધાનને રજૂઆત કરી તાકીદે મંજૂરી આપી યોગ્ય કરવા માગણી કરી છે.