- આજીવન કેદની સજા ભોગવતો કેદી 7 વર્ષ અગાઉ પેરોલ જમ્પ કરી ફરાર
- પાટણ PTC દુષ્કર્મ કાંડનો કેદી અશ્વિન પરમાર મહેસાણાથી ઝડપાયો
- મહેસાણા પેરોલ ફર્લો સ્કોડ દ્વારા ઊંઝાથી ઝડપી પાડવામાં આવ્યો
પાટણ: કળયુગના સમયમાં ગુરુ અને શિષ્યના સંબંધો લજવાયા હોવાના ગણા કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે, પાટણમાં વર્ષ 2008માં PTC ગેંગરેપ કાંડ એક એવી ઘટના સામે આવી હતી કે સમગ્ર શિક્ષણ જગત અને સામાન્ય લોકોના રૂવાટા ઉભા થઇ ગયા હતા. ત્યારે, આવા ચકચારી ગેંગરેપના દુષ્કર્મી કેદી એવા મહેસાણાના કડી તાલુકાના વતની અશ્વિન પરમારને કોર્ટે આજીવન કેદની સજા કરેલી હતી. પરંતુ, પેરોલ રજા પર ઘરે આવ્યો હતો.
આ પણ વાંચો: પાટણમાં વૃદ્ધને લૂંટી લેનારા બે લૂંટારા ઝડપાયા
ફરાર કેદીનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરાઈ
આરોપીના પેરોલ પુરા થવા છતાં તે અમદાવાદ મધ્યસ્થ જેલમાં હાજર ન થતા તેના સામે ફરાર કેદીનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેને પગલે મહેસાણા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવતા મહેસાણા પેરોલ ફર્લો સ્કોડની ટીમને મળેલી બાતમીના આધારે ગેંગરેપમાં આજીવન કેદની સજા કાપનાર શખ્સ અશ્વિન પરમાર ઊંઝાથી મળી આવતા પોલીસે દબોચી લીધો હતો. આરોપીને પકડી પૂછપરછ કરતા તેને પુનઃ કોર્ટમાં હાજર કરી મધ્યસ્થ જેલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Suicide: ચાણસ્મા નજીક કેનાલમાં મોતની છલાંગ લગાવનારા માતા,પુત્રી અને બાળકીના મળી આવ્યા મૃતદેહ