પાટણ ઓર્ગેનિક ખેતીની સાથે સાથે પર્યાવરણની જાળવણી થાય (Preserve environment along with Agriculture ) તે માટે શંખેશ્વર ખાતે (Shankeshwar Panthak farmers ) જુગનું સંસ્થા દ્વારા વઢીયાર પંથકના ખેડૂતોને માર્ગદર્શન (Guidance to Vadhiyar Farmers ) આપવામાં આવી રહ્યું છે. જેના થકી આ વિસ્તારના 70થી વધુ ખેડૂતો કુદરતી ખેતી તરફ વળ્યા છે. પોતાના ખેતરોમાં કુદરતી પદ્ધતિથી ખેતીના પાકોનું વાવેતર કરી રહ્યા છે.
કુદરતી ખેતી પદ્ધતિ અપનાવે તે માટે પ્રયાસો એક સમયે ખેડૂતો આધુનિક ખેતી તરફ વળ્યા હતા. પોતાના ખેતરોમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ (Chemical fertilizers and pesticides Use in farms) કરી મતલબ ઉત્પાદન મેળવતા હતા, પરંતુ સમય જતા તેની વિપરીત અસરો અને જમીનમાંથી પોષક તત્વો નાશ પામતા (Destroy soil nutrients) પાકોના ઉત્પાદનમાં ઘટાડો અને જમીનની ફળબૂચા પણ ફળદ્રુપતા પણ ઘટી છે. લોકોના આરોગ્ય માટે પણ નુકસાનકારક સાબિત થતા સરકાર અને વિવિધ સંસ્થાઓ ખેડૂતો ફરી કુદરતી ખેતી પદ્ધતિ અપનાવે તે માટે પ્રયાસો અને માર્ગદર્શન આપી રહ્યા છે.
જુગનું સેન્ટરના તજજ્ઞ (Jugnu Center Specialist) પાટણ જિલ્લાના વઢીયાર પંથકના શંખેશ્વર તાલુકામાં UGVCLના સહયોગથી અમલીકરણ સીઈએસસી સંસ્થા, વસુંધરા ફાઉન્ડેશન તથા વઢિયાર કિસાન પ્રોડક્ટસ (Vadiyar Kisan Products) કંપનીના સહયોગથી જુગનું સેન્ટર છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે આ સંસ્થા દ્વારા ખેડૂતોને ટકાઉ ખેતી કરવા માટેની અત્યાર સુધીમાં 600થી વધુ સેમિનાર કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત પર્યાવરણ સંબંધી માહિતી અને શિક્ષણ મળી રહે તે હેતુથી શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આ સંસ્થા દ્વારા આપવામાં આવી રહ્યું છે. -ધનજી ઠાકોર
વધુ ઉત્પાદનની ખેડૂતોને આશા બંધાઈ ખેડૂતો જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોના ઉપયોગ વગરની ટકાઉ ખેતી કરે તે માટેનું માર્ગદર્શન જુગનું સંસ્થા દ્વારા આપવામાં આવ્યું છે. જેના થકી ખેડૂતોએ દેશી બીજનો ઉપયોગ ખેતીમાં કરવામાં આવ્યો છે. આ કુદરતી પદ્ધતિથી વધુ ઉત્પાદન મળશે. તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.
ફળદ્રુપતા અને મબલક ઉત્પાદન મેળવતા થશે જુગનું સંસ્થા દ્વારા આ પંથકના ખેડૂતોને કુદરતી ખેતી તરફ વાળવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં કેટલાક અંશે આ સંસ્થાને સફળતા પણ મળી છે. આવનારા દિવસોમાં આ વિસ્તારના વધુને વધુ ખેડૂતો કુદરતી ખેતી અપનાવી જમીનની ફળદ્રુપતા અને મબલક ઉત્પાદન મેળવતા થશે.