ETV Bharat / state

લ્યો બોલો, આ તો કેવું તંત્ર...! એક માસના બાળક પર કરી વીજ ચોરીની ફરિયાદ - Contact UGVCL Power Supply

પાટણ જિલ્લાના બુડા ગામમાં માસૂમ બાળક સામે વીજચોરીની UGVCLમાં પોલીસ ફરીયાદ (Power Theft Case in Patan) દાખલ કરી વસુલાત કર્યાનું સામે આવતાં લોકોમાં ફફળાટ ફેલાય ગયો હતો. પરિવાજનોએ પોલિસની નોટીસ આવતાં ભયના માર્યા માસુમ બાળકના નામે દંડનીય રકમ ભરી દીધી.

લ્યો બોલો...! હારિજ વીજતંત્રએ એક માસના બાળકની સામે વીજ ચોરીની કરી ફરિયાદ

author img

By

Published : Jan 22, 2022, 11:57 AM IST

પાટણઃ ઉત્તર ગુજરાત વીજ કંપની (Uttar Gujarat Electricity Company) દ્વારા આડેધડ કરાતા વીજ ચોરીના કેસોમાં હારીજ વીજતંત્રની (Harij Power System) કામગીરીએ સૌને આશ્ચર્યમાં મુકી દીધા છે. ગ્રામીણ વિસ્તારના એક માસૂમ બાળકના નામે વીજચોરીની UGVCLમાં પોલીસ ફરીયાદ (Complaint of Theft Against a Child in Buda Village) દાખલ કરાવીને આ બાળક પાસેથી 2890 રૂપીયીની વસુલાત કર્યાનું સામે આવતાં લોકોની આંખો પહોળી થઈ ગઈ.

પોલીસ તંત્ર તરફથી નોટીસ ફટકારવામાં આવી

પોલીસ તંત્રમાંથી મળતી માહિતી મુજબ નાયબ ઇજનેર લલીતકુમાર નિનામાએ ગત 15મી જાન્યુઆરી 2022ના રોજ ગુ.ર.નં. 196/ 2022થી ઇલેકટ્રીસીટી એકટ નં. 135(1) મુજબ ફરીયાદ નોંધાવી હતી. જેમાં બુડા ગામના આર્યનજી સુરેશજી ઠાકોરને વીજચોરી બદલ રૂ.1000 અને કેમ્પાઉન્ડીંગ ફીના રૂ.1897/57 ભરવા પોલીસ તંત્ર તરફથી નોટીસ ફટકારવામાં આવી હતી.

આ પણ વાંચોઃ પાલીતાણામાં PGVCLની પ્રી મોન્સૂન કામગીરીની કરવાનું ભૂલાઈ ગયું

રેડ પાડી બાળકના નામે કોઇ વીજચોરીની ફરિયાદ નોંધાવી

હવે, આર્યનજી ઠાકોરનો જન્મ 8મી ડિસેમ્બર 2020ના રોજ થયેલો છે, અને આ બાળકના નામે કોઇ વીજ કનેક્શન નિયમોનુસાર મળવાપાત્ર પણ નથી, ત્યારે હારીજ UGVCLના નાયબ ઇજનેર નિનામાએ બુડા ગામે રેડ પાડી આ બાળકની સામે વીજચોરીનો કેસ બનાવી દંડનીય વસુલાત માટે પોલીસ ફરીયાદ પણ નોંધાવી દીધી હતી. પોલીસ તંત્રએ બંધ આંખે ગુનો દાખલ કરી નોટીસ મોકલતા પરિવારજનો હાંફળા ફાંફળા બની ગયા હતા. આ પરિવારે ભયના માર્યા માસુમ બાળકના નામે નોટીસ વીજતંત્રનો સંપર્ક (Contact UGVCL Power Supply) સાધી દંડનીય રકમ ભરી દીધી હતી.

જવાબદાર કર્મચારીએ વીજ ચોરી ઝડપી હતીઃ હારીજ વીજ તંત્ર

હારીજ વીજ તંત્રના નાયબ ઈજનેર નિનામાએ જણાવ્યું હતું કે, હારીજના બુડા ગામે જે તે સમયે UGVCLની સતલાસણા ટીમે રેડ કરી હતી અને રેડ દરમિયાન આ ઘરેથી જવાબદાર કર્મચારીએ વીજ ચોરી (Power Theft Case in Patan) ઝડપી હતી. આ સમયે ઘરમાં હાજર મહિલાએ આ બાળકનું નામ લખાવી અરજીમાં પોતાની સહી પણ કરી હતી. જેને પગલે મેં પોલીસ ફરિયાદ કરી નોટિસ બજાવી હતી. નોટિસ બાદ જાણકારી મળી હતી કે જે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે તેમાં બાળકનું નામ છે, ત્યારે અમે બુડા ગામે ફરીથી પંચનામુ કરવા જઈ રહ્યા હતા તે પહેલાં જ બાળકના પિતા સુરેશજી ઠાકોરે સોગંદનામુ કરી દંડની રકમ ભરપાઈ કરી દીધી હતી.

આ પણ વાંચોઃ PGVCL Swagat Application : સૌરાષ્ટ્રના વીજ ગ્રાહકો માટે નવી સેવા, QR Code થી બિલ ભરી શકાશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.