ETV Bharat / state

પાટણ જીલ્લામાં કોરોના વાઈરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો

પાટણની ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલા સિદ્ધપુર તાલુકાના 47 વર્ષીય વ્યક્તિનો કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં લેવામાં આવેલા 41 ટેસ્ટ સેમ્પલ પૈકી પાટણ જિલ્લામાં કોરોના વાઈરસનો આ પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. જેને પગલે જીલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે.

coronavirus news
coronavirus news
author img

By

Published : Apr 4, 2020, 11:11 PM IST

પાટણઃ પાટણ જીલ્લા આરોગ્ય અધિકારીએ માહીતી આપતા જણાવ્યું હતુ કે, 19 માર્ચના રોજ મુંબઈથી સિદ્ધપુર આવેલા 47 વર્ષીય વ્યક્તિએ તાવ આવવાના કારણે 26 માર્ચના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી સારવાર લીધી હતી. ત્યારબાદ શ્વાસ લેવામાં મુશ્કેલી ઉભી થતાં 3 એપ્રિલના રોજ ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જેના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવતા જિલ્લાનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા દર્દીના સંપર્કમાં આવેલા પરિવારના 6 વ્યક્તિઓના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે.

દર્દીના સંપર્કમાં આવેલા 6 વ્યક્તિઓ પૈકી પાંચ વ્યક્તિઓને દેથળી ખાતે આવેલી આઈ.એમ.એ. હોસ્ટેલની કોરોન્ટાઈન ફેસિલિટીમાં તથા 1 વ્યક્તિને ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. વધુમાં દર્દીના સંપર્કમાં આવેલા નેદ્રાણા ગામના 03 અને ચાટાવાડા ગામના વ્યક્તિઓ મળી કુલ 7 વ્યક્તિઓને આઈ.એમ.એ. હોસ્ટેલની કોરોન્ટાઈન ફેસિલિટીમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

જિલ્લામાં નોંધાયેલા કોરોના વાયરસના પ્રથમ પોઝિટિવ કેસવાળો દર્દી મુંબઈથી આવ્યા બાદ સિદ્ધપુર ખાતેની તમન્ના સોસાયટીમાં રોકાયો હોવાથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થળ તપાસ કરી સોસાયટીના કુલ 46 ઘરના 228 વ્યક્તિઓને કોવિડ-19ની માર્ગદર્શિકા મુજબ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સોસાયટી ઉપરાંત 10 જેટલા ઈન્ડસ્ટ્રીયલ કોમ્પલેક્ષ સહિત સમગ્ર વિસ્તારને કન્ટેનમેન્ટ ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

કોરોનાવાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે તે દર્દી દ્વારા પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા તે દર્દી સામે ફરિયાદ નોંધાવવાની કામગીરી કરવામાં આવી જેના કારણે તેના સી.ડી.આર. મેળવી તેના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓ અંગે માહિતી મેળવી તેમના આરોગ્યની તપાસ કરી કોરોના વાયરસ સંક્રમણ આગળ વધતું અટકાવી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.