ETV Bharat / state

રાજ્યમાં ભૂંડ પકડવાના બહાને ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગનો પર્દાફાશ - Gangs stealing in Gujarat

પાટણ LCB પોલીસે ત્રણ જિલ્લામાં થયેલી ઘરફોડ (burglary theft case in Patan) ચોરીઓનો ભેદ ઉકેલ્યો નાખ્યો છે. પોલીસ આ ગેંગના બે સાગરિત ઝડપી લીધા છે. આ ગેંગ ભૂંડ પકડવાના વ્યવસાય સાથે સંકળાયેલી છે. જે દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કરી રાત્રે ચોરીને અંજામ આપતા હતી. (chikhalikar gang burglary theft case)

રાજ્યમાં ભૂંડ પકડવાના બહાને ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગનો પર્દાફાશ

author img

By

Published : Sep 7, 2022, 11:29 AM IST

પાટણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ઘરફોડ ચોરીઓને (burglary theft in gujarat) અંજામ આપતી ચીખલીકર ગેંગના બે સાગરીતને પોલીસે ઝડપી લીધા છે. આ સાથે ચોરીનો માલ ખરીદનાર સોની વેપારીને પણ LCB પોલીસે ઝડપી લઇ તેઓની પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ત્રણ જિલ્લાઓમાં થયેલા 15 ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં તરખાટ મચાવનાર ચીખલીકર ગેંગના બે શખ્સો ઝડપાયા

કેવી રીતે ટોળકી પકડાઈ અલગ અલગ જિલ્લાઓમાં ઘરફોડ ચોરીઓ કરતી ચીખલીકર ગેંગના સભ્યો પૈકી શીખ લખનસિંગ જીતસિંગ (રહે. વડગામ) કેટલાક સાગરીતો સાથે વડગામથી છાપી-સિદ્ધપુર થઈ ગામડાઓના રસ્તે પાટણ આવી રહ્યો છે. જે બાતમીના આધારે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલના માર્ગદર્શન હેઠળ LCB PI આર.કે અમીને પોલીસની વિવિધ ટીમો વોચમાં ગોઠવી હતી. (chikhalikar gang burglary theft case)

મુદ્દામાલ
મુદ્દામાલ

પોલીસે 13,54,560નો મુદ્દામાલ કર્યો કબ્જે આ દરમિયાન પાટણ નજીક પાલડી ગામ પાસે વોચમાં રહેલી પોલીસે ઊંઝા ખાતે ચોરીનો માલ વેચવા જઈ રહેલી શીખ લખનસિંગ જીતસિંગ તેમજ શીખ અવતારસિંગ જીતસિંગ બંનેને ઝડપી લઇ લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ ચોરીનો 13,54,560નો મુદ્દા માલ ખરીદનાર ઊંઝાના વેપારી કમલેશ સોનીને પણ રાઉન્ડ અપ કરી પકડી પાડ્યો હતો. પોલીસ સમક્ષ પોપટ બનેલી આ ચીખલીકર ગેંગના બે સભ્યોએ જણાવ્યું હતું કે, આઠ સભ્યોની ગેંગ સાથે મળી પાટણ બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં અનેક ચોરીઓની ઘટનાને અંજામ આપેલ છે.

અન્ય શહેરો પણ ગુના નોંધાયેલા જેમાં પાટણ જિલ્લામાં પાટણ વાગડોદ સિધ્ધપુરની 10, બનાસકાંઠા જિલ્લાની ચાર અને કચ્છ જિલ્લાના ગાંધીધામની એક ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે આ બંને પાસેથી સોના-ચાંદીના દાગીના, મહિન્દ્રા પીકઅપ ડાલુ,ત્રણ મોટરસાયકલ, બે મોબાઈલ, 51,600ની રોકડ રકમ, તેમજ ચોરીને અંજામ આપવાની સાધન સામગ્રી જપ્ત કરી હતી. આ ઉપરાંત ચીખલીકર ગેંગના આ સાગની તો સામે ગાંધીનગર, હિંમતનગર, વડોદરા સહિત રાજ્યના અન્ય શહેરો પણ ગુના નોંધાયેલા છે. chikhalikar gang arrested Two persons in Patan, Gangs stealing in Gujarat

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.