ETV Bharat / state

PM Modi Gujarat Visit: પાટણ જિલ્લાના મુસાફરોને 2 દિવસ સુધી ST બસો માટે પડી શકે છે હાલાકી - પાટણમાં વાહનવ્યવહાર

PM મોદીના 2 દિવસના ગુજરાત પ્રવાસ (PM Modi Gujarat Visit) દરમિયાન યોજાનારા કાર્યક્રમો માટે પાટણ જિલ્લા ST તંત્ર દ્વારા રાત્રીની 61 લોકલ રૂટની બસો ફાળવવામાં આવી છે. PM મોદી 11 માર્ચે અમદાવાદ ખાતે સરપંચ સંમેલન તેમજ 12 તારીખે ખેલ મહાકુંભના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

PM Modi Gujarat Visit: પાટણ જિલ્લાના મુસાફરોને 2 દિવસ સુધી ST બસો માટે પડી શકે છે હાલાકી

author img

By

Published : Mar 10, 2022, 10:55 PM IST

પાટણ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 માર્ચે અમદાવાદ (PM Modi In Ahmedabad) ખાતે યોજાનારા સરપંચ સંમેલન (Panchayat Maha Sammelan 2022) તેમજ 12 તારીખે ખેલ મહાકુંભ (Khel Mahakumbh 2022)ના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે. આ કારણે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓના ST ડેપો (ST Depot Gujarat) ખાતેથી અનેક રૂટની બસો આ પ્રોગ્રામમાં ફાળવવામાં આવી છે. જે અનુસંધાને પાટણ જિલ્લા ST ડેપો (Patan District ST Depot) દ્વારા રાત્રીની 61 બસોના રૂટ ટૂંકાવીને તમામ બસો આ કાર્યક્રમમાં ફાળવવામાં આવી છે.

પાટણ જિલ્લાની રાત્રીની 61 બસોના રૂટ ટૂંકાવીને તમામ બસો આ કાર્યક્રમમાં ફાળવવામાં આવી છે.

આ પણ વાંચો: PM Modi Gujarat Visit 2022 : એરપોર્ટથી કમલમ સુધી પીએમ નરેન્દ્ર મોદીના રોડ શોની ધૂમ તૈયારીઓના જૂઓ દ્રશ્યો

STની આવક પર અસર પડશે

આ બસો પૈકી ચાણસ્મા ડેપોની 7, સિદ્ધપુર ડેપોની 8 (Siddhapur ST Depot Buses), હારીજ ડેપોની 6, સમી ડેપોની 6, શંખેશ્વર ડેપોની 4, રાધનપુર ડેપોની 5 અને પાટણ ST ડેપોની 16 બસો ફાળવવામાં આવી છે. બીજી તરફ આ કારણે STની 1.25 લાખ રૂપિયાની આવક પર અસર પડશે. ગ્રામ્ય વિસ્તારોમાંથી અવરજવર કરતા મુસાફરો (Transportation In Patan)ને પણ 2 દિવસ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

આ પણ વાંચો: PM Narendra Modi visits Gujarat : PM મોદીના પ્રવાસને લઈને શહેરના ક્યાં ક્યાં રસ્તાઓ બંધ રહેશે જુઓ..!

મુસાફરોને કોઈપણ જાતની તકલીફ નહીં પડે: ATI ગૌતમ રાવલ

પાટણ ST ડેપોના ATI ગૌતમ રાવલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2 દિવસના ગુજરાત પ્રવાસ માટે પાટણની બસો ફાળવવામાં આવી છે જે રાત્રીના રૂટો (Night Buses For Patan) ટૂંકાવીને ફાળવવામાં આવી છે. મુસાફર જનતાને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે પાટણ ST તંત્ર દ્વારા તમામ કામગીરીઓ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.