- STP પ્લાન્ટના બિલ્ડિંગ પર લગાવેલી સોલાર પેનલ્સને લાખોનું નુકસાન
- પાટણ પંથકમાં બુધવારની મધ્ય રાત્રિએ વાતાવરણમાં પલટો
- ધાબા પર સૂતેલા લોકો સફાળા જાગીને નીચે દોડી આવ્યા
પાટણ : તૌકતે વાવાઝોડાનો ભય ટળ્યા બાદ બુધવારે મધ્યરાત્રીએ પાટણ પંથકમાં એકાએક ધૂળની ડમરીઓ સાથે 60થી 70 KMની ઝડપે પવન ફૂંકાયો હતો. વાદળો સાથે વીજળીના તેજ લિસોટા અને મેઘગર્જનાથી વાતાવરણ બિહામણું બન્યું હતું. એકાએક કડાકા સાથેના આ વાતાવરણથી થોડી વાર માટે લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા. ભારે પવનથી પાટણ શહેરમાં માખણીયા પરા વિસ્તારમાં GUDC દ્વારા તૈયાર કરવામાં આવેલ STP પ્લાન્ટમાં સોલાર પેનલ્સ લગાવવામાં આવી હતી. જે ભારે તોફાની પવનથી હવામાં ફંગોળાઈ હતી. જેને કારણે લાખો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે.
સિદ્ધપુરમાં 5 MM વરસાદ નોંધાયો
પાટણ પંથકમાં મધ્ય રાત્રિએ બદલાયેલા વાતાવરણને પગલે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં 5 MM અને ચાણસ્મા પંથકમાં 1 MM વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો -