ETV Bharat / state

વૃક્ષ વગર જીવનસૃષ્ટિ નથી..! ઉકળતી કાળઝાળ ગરમીમાં એક વૃક્ષે અનેક લોકોને આપ્યા આશીર્વાદ - Patan Heat Temperature

પાટણ શહેરમાં એક વ્યકિતએ અદ્ભૂત નજારો જોતા બોલી ઉઠ્યો કે, જુઓ, એક વૃક્ષે કેટલા બધાને સાચવ્યા...! પાટણ શહેરમાં ખરા તડકા વચ્ચે સામાજિક પ્રસંગમાં (Patan Heat Temperature) ઉપસ્થિત લોકો મંડપ બહાર છાયડો શોધી રહ્યા હતા, ત્યાં કોઈ વ્યક્તિની એક ઘટાદાર વૃક્ષ પર નજર પડતાં લોકોના ટોળા વૃક્ષ (Tree Planting Campaign Patan) છાયડો લેવા પહોંચી ગયા હતા. પાટણનું આ વૃક્ષ માનવજાતને કેટલું ઉપયોગી અને આશીર્વાદરૂપ (Patan Weather) બન્યું છે, તે આ અહેવાલ પરથી ખબર પડી જશે.

વૃક્ષ વગર જીવનસૃષ્ટિ નથી..! ઉકળતી કાળઝાળ ગરમીમાં એક વૃક્ષે અનેક લોકોને આપ્યા આશીર્વાદ

author img

By

Published : May 16, 2022, 4:22 PM IST

પાટણ : પાટણ શહેરનો કૂદકે ને ભૂસકે વિકાસ થઈ રહ્યો છે. વૃક્ષો કાપી નવી સોસાયટીઓ તેમજ મોટા કોમ્પલેક્ષ શો બની રહ્યા છે. શહેરમાં ઘટાદાર વૃક્ષો માત્ર ક્યાંક ક્યાંક જ નજરે આવે છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ગરમીના (Patan Highest Temperature) પ્રકોપ વચ્ચે આવા ઘટાદાર વૃક્ષો માનવજાત અને પશુઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે. કારણ કે, શહેરના હાઇવે વિસ્તારમાં તાજેતરમાં યોજાયેલો એક સામાજિક પ્રસંગમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ ધોમધખતા તડકાથી (Patan Weather Report) બચવા એક ઘટાદાર વૃક્ષની નીચે શીતળતા મેળવી હતી.

પાટણમાં પ્રકૃતિ સામે ખતરો - પાટણ વિકાસની દોટમાં જંગલ, નદી, નાળા, સરોવરો સહિત કુદરતી સ્ત્રોત સામે ખતરો ઉભો થઇ રહ્યો છે. જંગલો અને વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું હોય તેમજ પર્યાવરણીય સમતુલા જોખમાઈ રહી છે. વિકાસ માટે થઇને લીલાછમ ઘટાદાર વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે. જેથી ઋતુચક્રમાં અણધાર્યા બદલાવ અનુભવવા મળી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગના ખતરા સામે સાવધાન અને સલામત રહેવા પર્યાવરણ જાળવવા નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે, ત્યારે વધુને વધુ વૃક્ષો વાવી (Vruksh Vavo Vruksh Bachao) ધરતીને હરિયાળી બનાવવા સૌએ જાગૃત બનવાની જરૂર છે.

આ પણ વાંચો : આ તે કેવો દિપડો..... વૃક્ષ પર ચઢીને કરી રહ્યો છે આ કામ, લોકો જોઈને બોલ્યા...

આંબલીનું ઘટાદાર વૃક્ષ જોઈ લોકો મોહિત - એક વૃક્ષ પણ માનવજાતને કેટલું ઉપયોગી અને આશીર્વાદરૂપ બને છે તે આ દ્રશ્ય પરથી જોઈ શકાય છે. પાટણ શિહોરી ત્રણ રસ્તા નજીક તાજેતરમાં રોહિત સમાજના કુમાર અને કન્યા છાત્રાલયના ખાતમુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્ર થયા હતા. આયોજકોએ વિશાળ મંડપ પણ બાંધ્યો હતો. પરંતુ તડકો અને ગરમી વધતા સૌ છાંયડો (Highest Temperature in Gujarat) શોધવા માંડ્યા હતા. અહીં મંડપ બહાર એક આંબલીનું ઘટાદાર વૃક્ષ ઊભું હતું. તેની નીચે મોટી સંખ્યામાં લોકો છાંયડો અને તડકાથી રાહત મેળવવા ટોળે વળીને ઊભા રહ્યા હતા, ત્યારે કોઈએ કહ્યું કે, જુઓ..! એક વૃક્ષ પણ કેટલા બધા લોકોને સાચવે છે. આપણે પણ હવે વૃક્ષો સાચવવા પડશે અને નવા વૃક્ષો વાવવા પડશે.

આ પણ વાંચો : પાદરાના પાડાએ મચાવ્યો આતંક, લોકો વૃક્ષ પર રાત વિતાવવા બન્યા મજબુર

વિકાસના નામે જંગલો-વૃક્ષોનું થઈ રહ્યું છે નિકંદન - સરકાર દ્વારા પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ અભિયાન (Tree Planting Campaign Patan) ચલાવવામાં આવે છે. તો સિક્કાની બીજી બાજુ વિકાસના ઓથા હેઠળ જંગલો અને વૃક્ષોનું સરકાર દ્વારા જ નિકંદન કાઢવામાં આવી રહ્યું છે, ત્યારે ગ્લોબલ વોર્મિંગને કારણે ઋતુચક્રના ફેરફારને અટકાવવા માટે વૃક્ષો એક જ ઉપાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.