ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ગ્રામ્ય વિસ્તારોમા મોટા પ્રમાણમાં ચુંડવેલ નામની જીવતોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમા વરસાદ પડતાની સાથે જ આ ચુંડવેલનો ઉપદ્રવ જોવા મળે છે.
પાટણ તાલુકાના નોરતા તળપદ ગામના પ્રજાપતિ વાસમાં છેલ્લા કેટલાંક દિવસોથી મોટાભાગના ઘરોમા ચુંડવેલ નામની જીવાતોનું સામ્રાજ્ય ફેલાયું છે. જેના કારણે લોકોને ઘરમાં જવું પણ મુશ્કેલ બની ગયુ છે. આ જીવાતો પર જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા છતાં પણ કોઈ અસર થતી નથી. વિસ્તારના લોકોને આ જીવાતોના ત્રાસથી ગામમાં પોતાના સગા સંબંધીઓને ત્યાં રહેવા જવાની ફરજ પડી રહી છે. ત્યારે જીલ્લા આરોગ્ય વિભાગ દ્રારા આ જીવાતોનો સત્વરે નાશ કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.