- સિદ્ધપુરમાં સરસ્વતી નદી કાંઠે તર્પણ વિધિ માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી
- સોશિયલ ડિસ્ટન્સના ઉડયા લિરેલીરા
- તર્પણ વિધિ માટે દર વર્ષે મોટી સંખ્યામાં આવે છે લોકો
પાટણઃ રાજ્યમાં કોરોના મહામારીના બીજા રાઉન્ડમાં ફરી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તેને લઇ રાજ્ય સરકાર દ્વારા મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યું છે, ત્યારે જિલ્લાના સિદ્ધપુરમાં આગામી સમયમાં પ્રસિદ્ધ અગત્યના મેળા પૂર્વે રાજ્યના અલગ-અલગ શહેરોમાંથી શ્રદ્ધાળુઓ સરસ્વતી નદીના કિનારે પ્રિયા અને તર્પણ વિધિ માટે પ્રતિ વર્ષે મોટી સંખ્યામાં આવે છે.
કોરોના ગાઇડલાઇનનો ભંગ
આ વર્ષે કોરોના મહામારી વચ્ચે પણ રાજ્યના વિવિધ શહેરોના લોકો છેલ્લા બે દિવસથી સરસ્વતી નદીના કાંઠે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જ્યા કોરોના ગાઇડ લાઇનનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો છે.
વહીવટીતંત્ર ભીડ ઉપર અંકુશ મૂકવામાં નિષ્ફળ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યારે સિદ્ધપુરનું સ્થાનિક વહીવટીતંત્ર આનાથી અજાણ હોય તેમ સરસ્વતી નદીના કિનારે ભેગી થતી આ ભીડ ઉપર કોઈ નિયંત્રણ કે અંકુશ મૂકવામાં નિષ્ફળ સાબિત થઈ છે.