- પાટણમાં કોરોના પ્રતિરોધક રસીકરણનો પ્રારંભ
- સિવિલ હોસ્પિટલ તેમજ શહેરના અન્ય રસીકરણ કેન્દ્રો પર જોવા મળ્યો ઘસારો
- રસી લેવા માટે લોકો બન્યા જાગૃત
પાટણ: કોરોના મહામારીની બીજી લહેર ઘાતક બની આગળ વધી રહી છે. કોરોના સંક્રમણની આ ચેઈન તોડવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સમગ્ર દેશભરમાં કોરોના પ્રતિરોધક રસીકરણ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે રાષ્ટ્વ્યાપી રસીકરણ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે કોરોનાને હરાવા રાજ્ય વ્યાપી રસીકરણમાં જિલ્લા મથક પાટણમાં રસીકરણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. પાટણની સિવિલ હોસ્પિટલમાં રસીકરણ કેન્દ્ર ખાતે તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા ઊભા કરવામાં આવેલા રસીકરણ કેન્દ્રો ખાતે નગરજનોએ ઉત્સાહપૂર્વક કોરોના પ્રતિરોધક રસી લીધી હતી.
આ પણ વાંચો: વડોદરા ઇસ્કોન મંદિરમાં યોજાયો કોરોના રસીકરણ કેમ્પ
નિ:શુલ્ક કોરોના ટેસ્ટિંગ સેન્ટરો પર શહેરીજનોએ કરાવ્યા કોરોના ટેસ્ટ
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંચાલિત નિ:શુલ્ક કોરોના ટેસ્ટિંગ સેન્ટર ખાતે નગરજનોએ સ્વેચ્છાએ એન્ટીજન ટેસ્ટ તેમજ RTPCR ટેસ્ટ કરાવવા માટે લાઇનો લગાવી હતી. આમ પાટણ શહેર તેમજ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ કોરોના નિયંત્રણ માટે લોકોમાં જાગૃતિ જોવા મળી હતી.
આ પણ વાંચો: પાટણના કોંગ્રેસ ધારાસભ્યએ કોરોનાની રસી લીધી
- પાટણના જાગૃત ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ પાટણ જનરલ હોસ્પિટલ ખાતે ના કોરોના રસીકરણ કેન્દ્રમાં મંગળવારે કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ જ લીધો હતો અને રસી સંપૂર્ણ સલામત હોવાનું જણાવી જિલ્લાવાસીઓને કોરોના પ્રતિરોધક રસી લેવા માટે અપીલ કરી હતી.