પાટણઃ જુગાર રમનારા ગેમ્બલર્સ પોલીસથી બચવા અવનવા કીમિયા અજમાવતા હોય છે. તેઓ વિના વિક્ષેપ જુગાર રમી શકે, જુગારનો આનંદ લઈ શકે તે માટે કલ્પના બહારના ઉપાયો કરતા હોય છે. પાટણ પંથકમાં 29 જુગારીઓએ શાંતિથી જુગાર રમી શકાય તે માટે કેસિનો ઓન વ્હીલ્સનો કોન્સેપ્ટ અજમાવ્યો. જેમાં એક ચાલતી ટ્રકમાં 29 ખેલાડીઓ બાજી બિછાવીને જુગારનો આનંદ માણતા હતા.
સમગ્ર ઘટનાક્રમઃ ગત રાત્રે પાટણ એસઓજી અને એલસીબી પેટ્રોલિંગ કરી રહી હતી. પોલીસને ટ્રકમાં કંઈક શંકાસ્પદ ગતિવિધિઓ થઈ રહી હોવાની બાતમી મળી હતી. તેથી પોલીસે હાઈવે પર આ ટ્રકને ઊભી રખાવી હતી. ટ્રકમાં તપાસ કરતા પોલીસની આંખો પહોળી થઈ ગઈ હતી. પોલીસને ટ્રકમાં 29 ગેમ્બલર્સ જુગાર રમતા જોવા મળ્યા. પોલીસે 2 લાખથી વધુની રોકડ રકમ, 36 મોબાઈલ અને ટ્રક સહિત અંદાજિત 18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસઓજીએ આ 29 ગેમ્બલર્સ અને મુદ્દામાલ સમી પોલીસ સ્ટેશને હવાલે કર્યા છે. સમી પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એસઓજી ટીમ સમી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ ટ્રકની બાતમી મળી હતી. તેથી પોલીસે આ ટ્રક ઊભી રખાવી તેની જડતી લીધી હતી. તેમાંથી 29 જુગારીઓ અને 18 લાખનો મુદ્દામાલ જપ્ત કરવાાં આવ્યો હતો. જુગારીઓ અને મુદ્દામાલ સમી પોલીસ સ્ટેશનને હવાલે કરી દેવામાં આવ્યા છે. આ કેસની વધુ તપાસ સમી પોલીસ સ્ટેશનના પીઆઈ પરમાર કરી રહ્યા છે...વી. આર. ચૌધરી(પીએસઆઈ, પાટણ એસઓજી)
પકડાયેલા જુગારીઓ
1 અખ્તરખાન સુલતાનખાન પઠાણ
2 યુસુફખાન નિવાઝખાન સિપાઇ
3 સલીમભાઈ મોહંમદભાઈ મેમણ
4 તૌફીકભાઈ અહેમદભાઈ મલેક
5 ઇલિયાસભાઈ હુસૈનભાઈ પરમાર
6 આબીદભાઈ મહંમદભાઈ ખોખર
7 ફારૂકભાઈ શેરૂભાઈ પરમાર
8 જાફરશા કાલુશા અબ્દાલ
9 ઇબ્રાહીમ મહંમદખાન પઠાણ
10 મહેમુદભાઈ ઉંમરભાઈ શેખ
11આરીફખાન અહેમદખાન ખોખર
12 મોહંમદમોબીન જમાલભાઇ પઠાણ
13 અફઝલખાન મોહંહદખાન પઠાણ
14 હમીરભાઈ ડોસુભાઇ રાઉમા
15 અલ્તાફમીયાં અહેમદમીયાં સૈયદ
16 ઈમરાનભાઈ અહેમદભાઈ શેખ
17 યુસુફભાઈ અનવરભાઈ ખોખર
18 રમઝાનભાઇ ડોસુભાઈ રાઉમા
19 ઈરફાન ગુલામમયુદ્દીન દોલાણી
20 ઇમરાનખાન મોહંમદખાન પઠાણ
21 ઇમ્તીયાઝ રસુલમીયાં સૈયદ
22 મોહંમદફોઝાન અલીમોહંમદ મલેક