પાટણ: ગુજરાત સરકાર દ્વારા પોલીસ કર્મચારીઓ માટે જે પ્રોત્સાહન પેકેજ ફાળવવામાં આવ્યું છે.(patan subjail protest ) તે પ્રકારે પેકેજ જેલ કેડરના પોલીસ કર્મચારીઓને આપવામાં આવે તેવી માગ પાટણ(patan) સબજેલના પોલીસ કેડેરના કર્મચારીઓ દ્વારા જિલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.
500 કરોડનું પ્રોત્સાહન પેકેજ: જેલ કર્મચારીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના જેલ ખાતા ના કર્મચારીઓને પોલીસ ખાતાના કર્મચારીઓ ના સ્કેલ મુજબ જ પગાર કરવામાં આવતો હતો પરંતુ 1986 થી ચોથા પગાર પંચ બાદ પોલીસ કર્મચારીઓ તરફથી સરકારમાં કરાયેલી રજૂઆત બાદ પોલીસ ખાતાના કોન્સ્ટેબલ,ઇન્સ્પેક્ટરના પગાર ધોરણમાં ગૃહ વિભાગમાં ઠરાવ કરી આ કર્મચારીઓને દિલ્હી પોલીસના પગાર ધોરણ મુજબ સુધારો કરી આપવામાં આવ્યો છે પરંતુ જેલ ખાતાના સંવર્ગના પોલીસ કર્મચારીઓના પગારમાં તે મુજબનો કોઈ જ સુધારો કરવામાં આવ્યો નથી તથા તાજેતરમાં સરકાર દ્વારા પોલીસ કર્મચારીઓ માટે રૂપિયા 500 કરોડનું પ્રોત્સાહન પેકેજ ફાળવવામાં આવ્યું છે. તો આ પેકેજમાં જેલ કેડરના પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપ્યું હતું.
આંદોલનોમાં હવે જેલ કર્મચારીઓ: રાજ્યમાં વિવિધ કર્મચારી મંડળો દ્વારા ચલાવવામાં આવતા આંદોલનોમાં હવે જેલ કર્મચારીઓ પણ જોડાયા છે, આમ દિવસે દિવસે સરકારી કર્મચારીઓમાં સરકાર પ્રત્યે નારાજગી વધી રહી છે.