ETV Bharat / state

પાટણમાં માસ્ક નહીં પહેરનારા સામે પોલીસે લાલ આંખ કરી - પાટણમાં માસ્ક ડ્રાઈવ

કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે પાટણ પોલીસ સફાળી જાગી છે. જે અંતર્ગત પોલીસે માસ્ક ડ્રાઈવ યોજીને વાહનચાલકો અને રાહદારીઓએ માસ્ક ન પહેર્યા હોય તેમની પાસેથી દંડ વસૂલ કરવાની કામગીરી શરૂ કરી છે. શહેરના બગવાડા દરવાજા ખાતે પોલીસે માસ્ક ડ્રાઈવ યોજી માસ્ક નહીં પહેનારા લોકો પાસેથી દંડ વસૂલી લાલ આંખ કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.

પાટણમાં માસ્ક નહીં પહેરનારા સામે પોલીસે લાલ આંખ કરી

author img

By

Published : Mar 19, 2021, 1:15 PM IST

  • પાટણમાં પોલીસે માસ્ક ડ્રાઇવ યોજી
  • બગવાડા દરવાજા પાસેથી માસ્ક વિના પસાર થતાં લોકો પાસેથી દંડ વસૂલ કર્યો
  • માસ્ક દંડ મામલે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે સરકાર ઉપર કર્યા આક્ષેપો
    પાટણમાં માસ્ક નહીં પહેરનારા સામે પોલીસે લાલ આંખ કરી

પાટણઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ સમગ્ર રાજ્યમાં ગત કેટલાક દિવસોથી કોરોનાના કેસો વધી રહ્યા છે. જેને લઈને સરકારની ચિંતામાં વધારો થયો છે, ત્યારે પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા પોલીસ સફાળી જાગી છે અને માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસૂલવાનું શરૂ કર્યું છે. પાટણ શહેરના બગવાડા દરવાજા પાસે મસ્ક વગર નીકળતા રાહદારીઓ અને વાહનચાલકો પાસેથી પોલીસે લાલ કરી સ્થળ ઉપર જ દંડ વસૂલ કર્યાની સાથે ફરજિયાત માસ્ક પહેરવા અંગે સૂચનાઓ પણ આપી હતી. માસ્ક ડ્રાઈવ દરમિયાન આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ કારમાં એકલા હતા અને કાચ બંધ કરી માસ્ક વગર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પોલીસે તેમને ઉભા રાખી દંડ ભરવાનું જણાવતાં પ્રમુખે દંડ ભરવાનો ઇન્કાર કર્યો હતો. જેથી પોલીસે તેમની અટકાયત કરી વાનમાં બેસાડ્યા હતા. ત્યારબાદ પોલીસે ૧૮૮ મુજબ કાર્યવાહી હાથ ધરતા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા.

આ પણ વાંચોઃપાટણમાં મદદનીશ કલેક્ટરની આગેવાનીમાં માસ્ક ડ્રાઈવ યોજાઈ

પોલીસ પણ વાહાલા-દવલાનો આક્ષેપ

પાટણ શહેરમાં ગત 2 દિવસથી પોલીસ દ્વારા માસ્ક નહીં કરનારા લોકો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે, પરંતુ સિક્કાની બીજી બાજુ પોલીસ દ્વારા વહાલા-દવલાની નીતિ અપનાવવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ ભાવનગરમાં માસ્ક ડ્રાઈવ દમિયાન અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.