ETV Bharat / state

Patan Police: પાટણ પોલીસે 1 લાખની ચોરીના 33 મોબાઈલ અરજદારોને પરત કર્યા - mobile case solved

પાટણ પોલીસે 1 લાખની ચોરીના 33 મોબાઈલ અરજદારોને પરત કર્યા છે. પાટણ જિલ્લામાં મોબાઇલ ચોરી અને ગુમ થવાના બનાવોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ મોબાઈલ ચોરને ઝડપી પાડવા પાટણ એલસીબી અને સાયબર ક્રાઈમ સેલ પાટણની પોલીસ ટીમને કામે લગાડી હતી.

પાટણ પોલીસે 1 લાખની ચોરીના 33 મોબાઈલ અરજદારોને પરત કર્યા

author img

By

Published : Apr 21, 2023, 2:04 PM IST

પાટણ પોલીસે 1 લાખની ચોરીના 33 મોબાઈલ અરજદારોને પરત કર્યા

પાટણ: શહેર સહિત જિલ્લાના સિદ્ધપુર અને રાધનપુર પોલીસ મથકમાં છેલ્લા બે મહિનામાં નોંધાયેલ મોબાઇલ ચોરીના ભેદ ઉકેલવામાં પાટણ એલ.સી.બી. પોલીસ અને સાયબર ક્રાઈમ સેલ પાટણ સફળતા મેળવી છે. રૂપિયા 6,10,000ની કિંમતના 33 નંગ મોબાઇલ ફોન સાથે આ મોબાઇલ ચોરી માં સંડોવાયેલ પાંચ અલગ અલગ આરોપીઓને ઝડપી લઇ તેમની પાસેથી મોબાઈલ ફોન હસ્તગત કર્યા હતા. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલની અધ્યક્ષતામાં આ મોબાઇલ ફોન જે તે મૂળ માલિકને પરત કરવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો.

આ પણ વાંચો Patan news: રખડતા ઢોરની દેખરેખ મામલે પાટણ નગરપાલિકા પર વિપક્ષ નેતાનો ગંભીર આરોપ

મોબાઈલ શોધી કાઢ્યા: પાટણ જિલ્લામાં મોબાઇલ ચોરી અને ગુમ થવાના બનાવોમાં ઉત્તરોત્તર વધારો થતાં પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ મોબાઈલ ચોરને ઝડપી પાડવા પાટણ એલસીબી અને સાયબર ક્રાઈમ સેલ પાટણની પોલીસ ટીમને કામે લગાડી હતી. મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુનાના ભેદ ઉકેલવા તાકીદ કરી હતી. જેને પગલે એલ.સી.બી. પી.આઇ. આર.કે. અમીનના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ સેલ ની ટીમ અને એલ.સી.બી. પોલીસની ટીમે ખાસ પ્રકારની કામગીરી કરી હતી. પાટણ, રાધનપુર અને સિદ્ધપુર પોલીસ મથકે છેલ્લા બે મહિનામાં નોંધાયેલ મોબાઇલ ચોરીના ગુના અને તેમાં સંડોવાયેલ સામે તપાસ કરાઈ હતી.

કોણ છે આરોપીઓઃ આ કેસમાં આરોપીઓ રઝાક ખાન અમીર ખાન મલેક, દશરથભાઇ જેઠાભાઈ પરમાર, નાગેન્દ્ર કુમાર ઉત્તમભાઇ પ્રજાપતિ મંગાજી ઠાકોર અને ઠાકોર ચેનજી પોપટજી ઠાકોરને ઝડપી લીધા હતા. તેઓની પાસેથી ચોરીના રૂપિયા 6,10,000ની કિંમત અલગ અલગ કંપનીના 33 મોબાઇલ ફોન હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે મોબાઈલ પછીથી પોલીસે એના મૂળ માલિકને આપવા માટે પગલાં લીધા હતા.

આ પણ વાંચો Patan News : પાટણની સમસ્યા ઉકેલવા માટે જિલ્લાના આગેવાનોના પ્રશ્નનો મુખ્યપ્રધાને સાંભળ્યા

કામગીરીને બિરદાવી: પાટણમાં મોબાઇલ ચોરી થયાની કે ગુમ થવા અંગેની ફરિયાદ જે તે પોલીસ સ્ટેશનમાં અરજદાર દ્વારા નોંધાવવામાં આવી હતી. જેથી પાટણ એલસીબી અને સાયબર સેલની ટીમે ટેકનિકલ સર્વેન્સનો ઉપયોગ કરીને ગણતરીના મહિનામાં જ 33 જેટલા મોબાઈલ રિકવર કરી મૂળ માલિકને પરત કરતા અરજદારોમાં પણ પોલીસની આ કામગીરી પ્રશંસાને પાત્ર બની છે. અરજદારોએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.