પાટણ/સિદ્ધપુરઃ સિદ્ધપુરમાંથી થોડા દિવસો પહેલા ગુમ થયેલી યુવતીનો દુપટ્ટો મળ્યો હોવાની આશંકાએ અનેક રહસ્યોને વધારે ઘેરા બનાવી દીધા છે. જે એક યુવતી હોવાનો યુવતીનો હોવાનો આશંકા છે. સિદ્ધપુરના તમામ વ્યાપારીઓએ રેલી યોજીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આ ઉપરાંત આ કેસમાં ઝડપથી ઉકેલ લાવી હકીકત જાહેર કરવા અપીલ કરી હતી. 48 કલાકમાં કેસ નહીં ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.
ગુમ થયેલી યુવતીના લગ્નઃ જે યુવતીનો દુપટ્ટો મળી આવ્યો છે. એના લગ્ન હોવાનું એના સ્નેહીજનોમાંથી જાણવા મળ્યું છે. આ યુવતી તારીખ7 મી મેના રોજ ગુમ થયેલી હોવાનું સામે આવ્યું છે. જેના તારીખ 12 મી મેના રોજ લગ્ન હતા. યુવતી ગુરુનાનક સોસાયટીમાં રહેતી હતી. હવે બીજી આશંકા એવી સેવાઈ રહી છે કે, મળી આવેલા અંગો પણ એમના હોઈ શકે છે. જોકે, આ અંગે પોલીસે હજું કોઈ સ્પષ્ટતા કરી નથી.
રેલી યોજી અપીલ કરીઃ તમામ અવશેષ FSLને મોકલી દેવામાં આવ્યા છે. જેનો રીપોર્ટ સામે આવતા આ હકીકત સામે આવશે. એ પણ સ્પષ્ટ થશે કે, આ હત્યા છે કે, આત્મહત્યા? પોલીસે ગુમ થયેલ યુવતીની માતાના બ્લડ ટેસ્ટ લઈ ડી.એન.એ. માટે મોકલી આપ્યા છે. જેના રિપોર્ટ બાદ જ સત્ય હકીકત બહાર આવશે. સિધ્ધપુરના તમામ વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી રેલી કાઢી હતી. પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી નિષ્પક્ષ તપાસ કરવા અપીલ કરી છે.
સીસીટીવી સામે આવ્યાઃ જેમ જેમ તપાસ આગળ વધી રહી છે એમ રહસ્ય પરથી પડદો ઉંચકાઇ રહયો છે. પાણીની પાઇપલાઇનમાંથી યુવતીનો દુપટ્ટો પોલીસને મળ્યો હતો. પછી આજુબાજુના સીસીટીવી કેમેરા અને ફુટેજો ચેક કરવામાં આવ્યા છે. જેમાં એક યુવતી પાણીની ટાંકી તરફ જતી જોવા મળી હતી. તારીખ 7 મી મેના રોજ સાંજે ઘરેથી મંદિરે દર્શન કરવા જવાનું કહી ગુમ થઈ હતી. પરીવારની હરવાણી લવાનીના માતા લતાબેન અને પરીવારજનોને બતાવતા સીસીટીવી ફુટેજમાં દેખાતી યુવતી લવાની હોવાની ઓળખવિધી થઈ હતી. એમના બહેને એવી પણ સ્પષ્ટતા કરી કે, પોલીસના પ્રયાસ હજું ઓછા છે.
લવાનીના તારીખ 12 મી મેના રોજ અમદાવાદ સ્થિત સમાજના યુવક સાથે લગ્ન હતા. જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી . નવદંપતિએ લગ્ન પૂર્વે પ્રિવડીંગ પણ કરાવ્યું હતું. તારીખ 7 મી મેની સાંજે લવાની ગુમ થયા બાદ શોધખોળના અંતે નહીં મળતા પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસના બદલે ઘરે આ અમારી જ પૂછપરછ કરતી હતી. પોલીસે યોગ્ય દિશામાં તપાસ કરી હોત તો ઘટના અટકી શકત. સીસીટીવી કેમેરામાં તે જે ઝડપથી દોડી રહી છે. તેનાથી તે ભયભીત હોય તેવું લાગી રહયું છે.--રેશમા (મૃતકની બહેન)
પરિવારમાં માતમઃ 10 દિવસથી વધારે સમય પસાર થઈ ગયો હોવા છતાં દીકરીની કોઈ ભાળ મળી નથી. જોકે, હજું એ પણ સ્પષ્ટ થયું નથી કે, મળી આવેલા અવશેષ એમની જ દીકરીના છે કે, કોઈ બીજાના? સમગ્ર રહસ્ય દિવસે દિવસે ઊંડુ ઊતરતું જાય છે. સીસીટીવી સામે આવતા પરિવારને એ ખાતરી થઈ હતી કે, ત્યાં જઈ રહેલી એમની જ દીકરી છે. પણ પછીની હકીકત હજું અસ્પષ્ટ છે. જેના કારણે પરિવારમાં માતમનો માહોલ છે.