ETV Bharat / state

પાટણ રિજયોનલ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર પાસે 16 લાખ માગનાર સામે ફરિયાદ

પાટણ રિજયોનલ સાયન્સ સેન્ટરના કર્મચારીઓ આજકાલ ભયભીત જોવા મળી રહ્યાં છે. કારણ કે એક શખ્સે સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર સામે પ્રવેશ ટિકિટમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી 16 લાખ રુપિયાની ખંડણી માગી છે. શું છે મામલો જૂઓ.

પાટણ રિજયોનલ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર પાસે 16 લાખ માગનાર સામે ફરિયાદ
પાટણ રિજયોનલ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર પાસે 16 લાખ માગનાર સામે ફરિયાદ
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2023, 9:23 PM IST

સરસ્વતી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

પાટણ : પાટણ નજીક ચોરમારપુરા ખાતે આવેલ રિજયોનલ સાયન્સ સેન્ટરમાં ફરજ બજાવતા પ્રોજેક્ટ ડાયરેક્ટર પાસે ખંડણી માગવાનો કિસ્સો ચર્ચામાં આવ્યો છે. જયંતીજી ઠાકોર નામના શખ્સે પ્રોજેક્ટ ડાયરેક્ટરને તમે પ્રવેશ માટેની ટિકીટોમાં કૌભાંડ આચર્યું છે અને તેના પુરાવા પોતાની પાસે હોવાનું જણાવી બદનામ કરવાની ધમકી આપી રૂપિયા 16 લાખની ખંડણી માગી હોવાનો બનાવ પ્રકાશમાં આવતા ખળભળાટ મચ્યો છે. ભયભીત બનેલા પ્રોજેક્ટ ડાયરેક્ટર સુમિત શાસ્ત્રીએ સરસ્વતી તાલુકા પોલીસ મથકમાં જયંતીજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ નોંધાવાઇ : આ ધમકીને લઈ ભયભીત બનેલા રિજયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટરે સરસ્વતી તાલુકા પોલીસ મથકે જયંતીજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અમારા સેન્ટર પરથી ટિકીટ જનરેટ થતી નથી તેમ છતાં જયંતિજી ઠાકોરે કહેલ કે મારી પાસે પુરાવા છે અને જો આ બાબતે પતાવટ કરવી હોય તો 16 લાખ રૂપિયા આપવા પડશે. નહીં તો હું ન્યૂઝમાં આપી બદનામ કરી દઈશ તેવી ધમકીઓ આપી હતી. આ ઉપરાંત સાયન્સ સેન્ટરમાં ફરજ બજાવતા અન્ય કર્મચારીઓ પાસે પણ જયંતીજી ઠાકોર પ્રોજેક્ટ ડાયરેક્ટર 16 લાખ રૂપિયા નહીં આપે તો બદનામ કરી દઈશ તેવું જણાવતા હતાં...સુમિત શાસ્ત્રી ( પ્રોજેકટ ડાયરેકટર, સાયન્સ સેન્ટર પાટણ )

પ્રવેશ ટિકિટમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી માંગ્યા રૂપિયા : સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે આવેલ રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં ફરજ બજાવતા પ્રોજેક્ટ ડાયરેક્ટર સુમિત શાસ્ત્રીએ સરસ્વતી પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ તારીખ 12/ 12/ 2023 ના રોજ બપોરના સમયે તેઓ ફરજ પર હાજર હતાં. ત્યારે જ્યંતીજી ઠાકોર નામનો ગેરકાયદે સાયન્સ સેન્ટરમાં પ્રવેશ કરી પ્રોજેક્ટ ડાયરેક્ટરને કહેલું કે તમે છેલ્લા 20 મહિનાથી સાયન્સ સેન્ટરમાં પ્રવેશ અંગેની ટિકીટોમાં એક જ નંબરવાળી જુદી જુદી ટિકીટો બનાવી પ્રવાસીઓને આપી કૌભાંડ કરો છો જેના પુરાવા મારી પાસે છે તેવી ધમકી આપી ખંડણી માગી હતી.

પોલીસ ફરિયાદ
પોલીસ ફરિયાદ

ટિકીટ ઓનલાઈન જનરેટ થાય છે : આ પ્રકારની ધમકીના ઉત્તરમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે પ્રવેશ અંગેની ટિકીટ ઓનલાઇન જનરેટ થાય છે. જે ટિકીટો કલકત્તા ખાતે આવેલ એમ. એસ. પી. એલ. સંસ્થા ખાતેથી જનરેટ થાય છે અને ટિકિટનું તમામ મેનેજમેન્ટ આ સંસ્થા દ્વારા કલકત્તાથી જ થાય છે.

મોટી સંખ્યામાં મુલાકાતી આવે છે :અત્રે ઉલ્લેખનીયે છે કે પાટણ નજીક સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે રિજનલ સાયન્સ સેન્ટર અને ડાયનાસોર પાર્ક આવેલ છે જેને નિહાળવા ઉત્તર ગુજરાતના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવે છે.

  1. ભુજના રિજનલ સાયન્સ સેન્ટરમાં વધુ બે આકર્ષણ ઉમેરાયા, વિજ્ઞાન ક્ષેત્રે રસ ધરાવતા લોકો માટે અદ્ભુત લ્હાવો
  2. Kutch: અંજારમાં વેપારીના 19 વર્ષીય પુત્રનું અપહરણ, 1.25 કરોડની ખંડણી માંગવામાં આવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.