ETV Bharat / state

પાટણ: ચીલઝડપ કરનાર બે આરોપીની મહેસાણા LCBએ કરી ધરપકડ

author img

By

Published : Jul 3, 2020, 12:27 PM IST

પાટણમાં ગત ગુરૂવારે બે અજાણ્યા ઇસમોએ રૂપિયા 50 હજારની ચીલઝડપ કરી હતી. ચીલઝડપ કરનાર બન્ને આરોપીઓને મહેસાણા એલસીબીએ ગણતરીના કલકોમાં ઝડપી પાડ્યા હતા.

ETV bharat
પાટણ: ચીલઝડપ કરનાર બે આરોપીની, મહેસાણા LCBએ ધરપકડ કરી

પાટણ: ગુરુવારે શહેરમાં એક વ્યકિત બેન્કમાં 50 હજારના વહેવાર અર્થે જાહેર રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પોલીસની ઓળખ આપી બે અજાણ્યા ઇસમો તેમની પાસે રહેલા 50 હજાર રૂપિયાની ચીલઝડપ કરી ભાગી છૂટ્યા હતા.

આ અંગે પાટણ પોલીસને જાણ થતાં આસપાસના જિલ્લાની પોલીસને પણ એલર્ટ કરવામાં આવી હતી. જેથી મહેસાણા એલસીબીની ટીમ દ્વારા આ આરોપીઓને પકડી પાડવા નાકાબંધી કરવામાં આવી હતી. નાકાબંધી દરમિયાન પાટણ પોલીસની હદમાંથી ફરાર થયેલા બે આરોપીઓ બાઇક સાથે મહેસાણા એલસીબી પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.

મહેસાણા પોલીસે બન્ને શખ્સોની અટકાયત કરી પૂછપરછ કરતા આરોપી હસનાલી ઈરાણી અને જફતાલી ઇજતાલી ઈરાણી બન્ને રહેવાસી મહારાષ્ટ્રના પરાલી ડિસ્ટ્રીકટના શિવજીનગરના અને ઈરાણી ગેંગના સાગરીતો હોવાની હકીકત બહાર આવી હતી. પોલીસે બન્ને આરોપીની તપાસ કરતા તેમની પાસેથી 20 હજાર રૂપિયા રોકડા મળી આવ્યા હતા.

તેમજ ગુનાના કામ માટે વાપરેલી બાઇક પોલીસે કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.