પાટણ: ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓમાં મંદિર ચોરીઓને અંજામ આપતી ગેંગના છ શખ્સોને(Patan LCB nabs gangs) પાટણ LCB પોલીસે(LCB Police Patan) ઝડપી લઇ તેઓની પાસેથી 1.83 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ગેંગના વધુ બે શખ્સોને પકડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Surat Crime News : સુરત ક્રાઇમ બ્રાન્ચે કઇ કુખ્યાત ગેંગના માણસની કરી ધરપકડ જૂઓ
ખાનગી બાતમી મળી હતી - પાટણ શહેર સહિત જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ(Property Crimes in Patan) તેમજ ચોરીની ઘટનાઓને અટકાવવા માટે પાટણ LCB PI A B ભટ્ટ સહિત સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં(LCB police Patrolling ) હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ઉત્તર ગુજરાતમાં મંદિર અને અંજામ આપનાર સક્રિય ગેંગના છ જેટલા શખ્સો મારૂતી ગાડીમાં પાટણ ચાણસ્મા હાઇવે રોડ પરથી પસાર થઇ રહ્યા છે.
દિવસ દરમિયાન મંદિરની રેકી કરી રાત્રે ચોરીને આપતા હતા અંજામ - આ દરમિયાન પોલીસે હાઇવે પર નાકાબંધી કરી હતી. વાહન ચેકિંગ સઘન બનાવાયું હતું તે દરમિયાન હકીકત વાળી ગાડી આવી પહોંચતા પોલીસે ગાડીને ઉભી રાખી હતી. તેની તપાસ કરતાં ચોરીમાં ઉપયોગમાં લેવામાં આવતા લોખંડના ખાખરીયા તથા મુદ્દામાલ ગાડીની પાછળની સીટની અંદર સંતાડેલ મળી આવતા પોલીસે નાના-મોટા ચાંદીના છત્તર સહિત કુલ રૂપિયા 1,83,121નો મુદ્દામાલ કબજે કરી 6 શખ્સોની અટકાયત કરી પૂછપરછ કરતા આ ગેંગે પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં 24 જેટલા મંદિરોને નિશાન બનાવી ચોરીને અંજામ(Theft in temples of North Gujarat) આપ્યો હોવાની કબૂલાત કરી હતી.
આ પણ વાંચો: Nellore gang Andhra Pradesh: ચોરી કરતી આંતર રાજ્ય આંધ્રપ્રદેશની નેલ્લોર ગેંગને DCB પોલીસે ઝડપી પાડી
દાન પેટીમાં રોકડ ચિલ્લર નાખી અવાજ ઉપરથી કરતા હતા ચોરી - આ ઉપરાંત 24 પૈકી ચાર જેટલા ગુનાઓ પાટણ જિલ્લામાં કર્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પાટણ જિલ્લા પોલીસ વડા વિજય પટેલે જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં મંદિર ચોરી સક્રિય ગેંગના 6 શખ્સોને પાટણ એલસીબી પોલીસે ઝડપ્યા છે. આ ગેંગની MO એ પ્રકારની હતી કે જે મંદિરે ચોરી કરવાની હોય તે મંદિરે દિવસ દરમિયાન આ ગેંગના શખ્સો જઈ મંદિરની દાનપેટી માં રોકડ ચિલ્લર નાખતા અને તેના અવાજ પરથી નક્કી કરતા કે દાન પેટી ખાલી છે કે ભરેલી અને ભરેલી જણાય તો ચોરી કરતા. આ ઉપરાંત મંદિરમાં જઈ શું ચોરવા લાયક છે, મંદિરની સુરક્ષા કેવી છે તેની રેકી કરી લેતા હતા અને ત્યારબાદ ચોરીને અંજામ આપતા હતા.