પાટણ : શહેરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે વર્ષોથી એક પરંપરા ચાલી આવે છે. જેમાં જે પરિવારને ત્યાં સંતાનમાં પુત્રનો જન્મ થાય તે પરિવાર પોતાના ઘરે કાનુડાની પધરામણી કરે છે. સદીઓથી આ પરંપરા પાટણમાં ચાલી રહી છે.
આ વર્ષે કોરોના સંક્રમણ વધતા કેટલાક પરિવારોએ આ વિધિ કરવાનું ટાળ્યું હતું. તો કેટલાક પરિવારોએ આ મહામારીને અવગણીને પણ શ્રદ્ધાપૂર્વક પોતાના ઘરોમાં કાનુડાની સ્થાપના કરી હતી.
કાનુડા બનાવનાર ઓતિયા પરિવારના જણાવ્યા અનુસાર દરે વર્ષે જે પ્રમાણમાં શહેરીજનો દ્વારા કાનુડાની ખરીદી કરવામાં આવે છે. તેની સરખામણીમાં આ વર્ષે ઓછા પ્રમાણમાં કાનુડાની ખરીદિ કરવામાં આવી છે.વૈશ્વિક બનેલી કોરોના મહામારીએ ધાર્મિક પ્રસંગોને પણ ગ્રહણ લગાડ્યું છે. આ મહામારી ને લઇ લોકો સાદગીપૂર્વક ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરી રહ્યા છે.