ETV Bharat / state

Patan Jilla Panchayat : પાટણ જિલ્લા પંચાયતમાં સૌથી નાની વયના મહિલા પ્રમુખ ચૂંટાયા, ઉપપ્રમુખ કોણ બન્યું જાણો - સૌથી નાની વયના મહિલા પ્રમુખ

પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ચૂંટણી પ્રક્રિયા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. ભાજપ તરફથી પ્રમુખ અને ઉપપ્રમુખ માટેના મેન્ડેટ રજૂ કરાતા બાદ મતદાન થતાં ચૂંટણી અધિકારીએ પ્રમુખ તરીકે હેતલબેન ઠાકોર અને ઉપપ્રમુખ તરીકે ગોવિંદ માલધારીને વિજેતા જાહેર કર્યા હતાં.

Patan Jilla Panchayat : પાટણ જિલ્લા પંચાયતમાં સૌથી નાની વયના મહિલા પ્રમુખ ચૂંટાયા, ઉપપ્રમુખ કોણ બન્યું જાણો

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2023, 9:54 PM IST

ઉપપ્રમુખ તરીકે ગોવિંદ માલધારી

પાટણ : પાટણ જિલ્લા પંચાયતના બીજા અઢી વર્ષના શાસન માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ચૂંટણી પ્રક્રિયા જિલ્લા પંચાયતના સ્વર્ણિમ હોલ ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી જેમાં ભાજપ તરફથી પ્રમુખ અને ઉપપ્રમુખ માટેના મેન્ડેડ રજૂ કરાતા ચુંટાયેલા 21સભ્યોએ હાથ ઊંચો કરી મતદાન કરતા ચૂંટણી અધિકારીએ પ્રમુખ તરીકે હેતલબેન ઠાકોર અને ઉપપ્રમુખ તરીકે ગોવિંદ માલધારીને વિજેતા ઘોષિત કર્યા હતાં.

પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ : પાટણ જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે ચૂંટણી યોજાયા બાદ પરિણામો જાહેર થતાં ભાજપે 21 બેઠકો અને કોંગ્રેસે 11 બેઠકો મેળવી હતી. ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવતા પ્રથમ અઢી વર્ષ માટે અનુસૂચિત જાતિ મહિલા સામાન્ય વર્ગમાંથી પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષની પ્રમુખ અને ઉપપ્રમુખની ટર્મ પૂરી થતાં બીજા અઢી વર્ષ માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાંથી મહિલા માટે પ્રમુખ તેમજ ઉપપ્રમુખની વરણી માટે બુધ વારે જિલ્લા પંચાયતના સ્વર્ણિમ હોલ ખાતે જિલ્લા કલેકટર વહ ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશ પટેલે પ્રમુખ અને ઉપપ્રમુખ માટેના મેન્ડેડ ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યું હતું.

10 સભ્યોનું સમર્થન મળતાં વિજય : ભાજપમાંથી પ્રમુખ માટે દૂધખા બેઠકના હેતલબેન વેરશીજી ઠાકોર અને ઉપપ્રમુખ માટે વામૈયા બેઠકના ગોવિંદભાઈ ઈશ્વરભાઈ માલધારીએ ફોર્મ ભર્યું હતું. જ્યારે કોંગ્રેસમાંથી પ્રમુખ માટે મેમદાવાદ બેઠકના અંજુબેન જગદીશભાઈ રાઠોડ અને ઉપપ્રમુખ માટે સાંપ્રા બેઠકના મંજુલાબેન પ્રવીણભાઈ રાઠોડે ફોર્મ ભર્યું હતું. ચૂંટણી અધિકારીએ મતદાન કરવાની પ્રક્રિયા હાથ ધરતા ભાજપના 21 સભ્યોએ પોતાની આંગળી ઊંચી કરી પ્રમુખ માટે હેતલબેન ઠાકોર અને ઉપપ્રમુખ માટે ગોવિંદ માલધારીને હાથ ઊંચો કરી સમર્થન આપ્યું હતું. જ્યારે કોંગ્રેસમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખના દાવેદારોને 10 સભ્યોનું સમર્થન મળતા ભાજપના બંને ઉમેદવારોને ચૂંટણી અધિકારીએ વિજય જાહેર કરતા ભાજપના આગેવાનો કાર્યકરોએ નવા પ્રમુખ અને ઉપપ્રમુખને આવકાર્યા હતાં.

ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌથી નાની ઉંમરે મને જિલ્લા પંચાયતનું મહત્વનું પ્રમુખ પદ આપ્યું છે. ત્યારે પાર્ટીએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસને હું મારા કામો થકી પરિપૂર્ણ કરીશ. જિલ્લા પંચાયતના દરેક સદસ્યોને સાથે રાખીને જિલ્લાના વિકાસ કામોને આગળ તપાવીશ...હેતલ ઠાકોર (નવનિયુકત પ્રમુખ )

જિલ્લાને મળ્યા શિક્ષિત મહિલા પ્રમુખ : પાટણ જિલ્લા પંચાયતના ઇતિહાસમાં સૌપ્રથમવાર 11 માં પ્રમુખ તરીકે સૌથી નાની વયના મહિલા પ્રમુખ હેતલબેન ઠાકોર ચૂંટાયા છે. જેઓ ગ્રેજ્યુએટ હોઇ પાટણ જિલ્લાને એક શિક્ષિત મહિલા પ્રમુખ મળ્યા છે. જેને લઇ આગામી સમયમાં જિલ્લાના વિકાસ કામો વેગવંતા બનશે.

  1. New office bearers in municipalities : બનાસકાંઠાની ત્રણ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઇ, કોણ સત્તાના સૂત્રો સંભાળશે જૂઓ
  2. Kutch District Panchayat Result : કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના નવા હોદ્દેદારો ચૂંટાયા, પૂર્વ કચ્છના નેતાઓનું વધેલું કદ જોવા મળ્યું
  3. Jamnagar New Mayor : જામનગરના નવા મેયર બન્યાં વિનોદ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ ચેરમેન પદની ખેંચતાણ બાદ આરુઢ થયાં નીલેશ કગથરા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.