પાટણઃ ગલવાન ઘાટીમાં ચીનના સૈનિકોએ પૂર્વ આયોજિત રીતે ભારતીય સૈનિકો પર હુમલો કર્યો હતો. જેમાં ભારતીય સૈન્યના 20 જવાનો શહિદ થયા છે. ત્યારે સમગ્ર દેશમાં વીર સપૂતોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી રહી છે અને ચીનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
પાટણમાં શનિવારે સાંજે ભારત વિકાસ પરિષદની સિદ્ધ હેમ શાખા દ્વારા પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સિદ્ધહેમ શાખાના કાર્યકરોએ મીણબત્તી પ્રજ્વલિત કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.