ETV Bharat / state

પાટણ દ્વારકાધીશ મંદિરમાં વિવિધ મનોરથની કરાઇ ઉજવણી - Patan Dwarkadhish Temple

પાટણના હવેલી મંદિર ખાતે કાંકરોલીના યુવરાજ વાઘીશકુમારની ઉપસ્થિતિમાં બ્રહ્મ સબંધ મોટી ફૂલ મંડળી બગીચા મનોરથ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ આ મનોરથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. Patan Dwarkadhish Temple IN held Various Manorath, Patan Dwarkadhish Temple

વિવિધ મનોરથની કરાઇ ઉજવણી
વિવિધ મનોરથની કરાઇ ઉજવણી
author img

By

Published : Aug 22, 2022, 6:59 PM IST

Updated : Aug 23, 2022, 9:40 AM IST

પાટણ શહેરના સાલીવાડા વિસ્તારમાં આવેલ પુષ્ટિ માર્ગીય સાંપ્રદાયના દ્વારકાધીશ ભગવાનના હવેલી (Patan Dwarkadhish Temple )મંદિરમાં શ્રાવણવાસ નિમિત્તે દરરોજ વિવિધ રંગબેરંગી ફૂલોના હિંડોળા દર્શન સહિતના મનોરથો કરવામાં આવી રહ્યા છે (Patan Dwarkadhish Temple IN held Various Manorath). સોમવારે પૂજ્ય ગોસાઈ ડો.વાઘીશકુમાર મહારાજની નિશ્રામા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. 50 જેટલા વૈષ્ણવોને વિધિવત રીતે બ્રહ્મસંબંધ આપી ધન્ય કર્યા હતા. આ ઉપરાંત બપોરે ઠાકોરજીને મોટી ફુલ મંડળીનો મનોરથ કરવામાં આવ્યો હતો. ફુલ મંડળીના ઝૂલામાં શ્રી પ્રભુને ઝુલાવ્યા હતા. સાંજે હિંડોળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વાજતે ગાજતે મંદિરથી ભગવાનની શોભાયાત્રા નીકળી હતી અને બગીચામાં પહોંચી હતી. વૈષ્ણવોએ મચકી હિંડોળાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

વિવિધ મનોરથની કરાઇ ઉજવણી

મનોરથાની ઉજવણી તૃતીય ગૃહ કાંકરોલીના યુવરાજ વાઘીશકુમાર મહારાજે જણાવ્યું હતું કે, શ્રાવણ માસમાં હિંડોળાના વિવિધ મનોરથો દ્વારકાધીશ હવેલી મંદિર ખાતે થઈ રહ્યા છે. મંદિર ખાતે ઠુકરાની ફ્રીજની ઉજવણી ભવ્ય રીતે કરાઈ હતી. જ્યારે પ્રભુની ભક્તિમાં આગળ વધીને જીવનને સફળ બનાવવા તમામ વૈષ્ણવોને અનુરોધ કર્યો હતો.

Last Updated : Aug 23, 2022, 9:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.