પાટણ- પાટણ શહેરના જૂના બસ સ્ટેશન રોડ ઉપર છેલ્લા દોઢ વર્ષથી ખાનગી હોસ્પિટલ ચલાવતા મૂળ બીએએમએસની ડિગ્રી ધરાવતા હોવા છતાં ડો.યોગેશ પટેલ એમડીની ડિગ્રી ધારણ કરીને પ્રેક્ટિસ (Patan doctor Yogesh Patel scam) કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જે સંદર્ભે પાટણ તાલુકા હેલ્થ ઓફિસરે (Patan Taluka Health Officer) તબીબ સામે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચોઃ Bogus Doctor in Patan : પાટણમાં નકલી ડોક્ટર સામે કાર્યવાહી, વધુ ચોંકાવનારી વિગતો મળી
પોલીસે હોસ્પિટલમાં તપાસ કરી હતી- આ કૌભાંડ (Patan doctor Yogesh Patel scam) મામલે પાટણ એ ડિવિઝન પોલીસે હોસ્પિટલમાં તપાસ કરી કેટલીક ચીજવસ્તુઓ કબજે કરી હતી. તપાસ દરમિયાન ડોક્ટરની સારવાર લેનારા દર્દીઓ પૈકી બે દર્દીઓના મોત થયા હોવા અંગે તેમના પરિવારજનોની અરજીઓ આધારે તપાસ કરતા ડોક્ટર સામે વધુ ત્રણ કલમોનો ઉમેરો પણ કરાયો હતો.
આ પણ વાંચોઃ Bogus Doctor in Patan : ડોક્ટરનો દીકરો એટલે ડોક્ટર બની બેઠાં? પોલીસે શું કાર્યવાહી કરી જાણો
કોર્ટે તબીબની આગોતરા જામીન અરજી ફગાવી - આરોપી તબીબે (Patan doctor Yogesh Patel scam) ગત તારીખ 23 / 6 / 2022 ના રોજ પાટણની સેશન્સ કોર્ટમાં (Sessions Court of Patan) પોતાની આગોતરા જામીન અરજી મૂકી હતી. જેની સુનાવણી હાથ ધરાતા મુખ્ય સરકારી વકીલે સરકાર તરફે રજૂઆતો કરી હતી. કોર્ટે બંને પક્ષોની રજૂઆતો સાંભળીને તથા પોલીસે રજૂ કરેલા સોગંદનામાને ધ્યાનમાં રાખીને તબીબી આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર (Anticipatory bail application denied) કરી હતી.