ETV Bharat / state

Gujarat Jagannath Rath Yatra 2023 : પાટણની રથયાત્રામાં પોલીસની તીસરી નજર, 500થી વધુ કર્મચારીઓ તૈનાત - પાટણમાં રથયાત્રા પોલીસ બંદોબસ્ત

પાટણની રથયાત્રામાં પોલીસનો લોખંડી બંદોબસ્ત જોવા મળશે. સમગ્ર રથયાત્રા પર પોલીસ તીસરી નજર રહેશે. બોડીવોર્ન અને ડ્રોન કેમેરા દ્વારા રથયાત્રાનું નિરીક્ષણ કરવામાં આવશે. તેમજ ટ્રાફિકને લઈને 12 જેટલા માર્ગોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

Rath Yatra 2023 : પાટણની રથયાત્રામાં પોલીસની તીસરી નજર, 500થી વધુ કર્મચારીઓ તૈનાત

author img

By

Published : Jun 19, 2023, 5:38 PM IST

પાટણની રથયાત્રામાં પોલીસની તીસરી નજર, 500થી વધુ કર્મચારીઓ તૈનાત

પાટણ : સિદ્ધપુર ખાતે અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પાટણ શહેરમાં નીકળનારી રથયાત્રાનું બોડીવોન અને ડ્રોન કેમેરા દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. તેમજ આ વર્ષે રથયાત્રામાં 500થી વધુ પોલીસ કર્મચારીઓ તહેનત રહેશે.

પાટણ શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનારી ઐતિહાસિક 141મી રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે સમગ્ર રથયાત્રાના રૂટ પર લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રા દરમિયાન 1 SP, 2 Dysp, 5 CPI, 24 PSI, 233 પોલીસ જવાનો, 50 મહિલા પોલીસ, SRPની એક પ્લાટુન, 270 હેડ કોન્સ્ટેબલ,4 ઘોડે સવાર, 35 વોકીટોકી મેન, 4 ગેસ મેન, 4 મેટલ ડિટેક્ટર મળી કુલ 500થી વધુનો પોલીસ કાફલો સાથે રહેશે. - વિજય પટેલ (પાટણ જિલ્લા પોલીસ વડા)

બાજ નજર રખાશે : આ ઉપરાંત હોમગાર્ડ અને TRBના જવાનોની પણ સેવા લેવામાં આવશે. બોડીવોર્ન કેમેરાની તીસરી આંખ પાટણની રથયાત્રામાં 25 body worn કેમેરા અને બે ડ્રોન કેમેરાની તીસરી આંખની નજર રહેશે તો રથયાત્રાના રૂટ પરના 143 CCTV કેમેરા પણ બાજ નજર રાખશે. તેમજ રથયાત્રામાં વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકી વેઠવી ન પડે તે માટે તેમજ ટ્રાફિક નિયમન જળવાઈ રહે તેના પગલે પાટણ જિલ્લા પોલીસ દ્વારા રથયાત્રા જે માર્ગો ઉપરથી પસાર થવાની છે.

12 માર્ગો પર ડાયવર્ઝન : હિંગળાચાચર, બગવાડા દરવાજા, સુભાષચોક, જૂના ગંજ બજાર, મેન બજાર, ત્રણ દરવાજા, રતનપોળ, સાલવીવાડો સહિતના 12 જેટલા માર્ગોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પાટણમાં નીકળનારી પરંપરાગત 141મી રથયાત્રાને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા સુરક્ષાના ભાગરૂપે લોખંડી બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. તો બીજી તરફ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક કરી હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે બેઠક તેમજ વેપારી એસોસિએશનનો સાથે પણ ચર્ચા કરી સૂચનોની આપ-લે કરવામાં આવી છે.

  1. Jagannath Rathyatra 2023: ચકલું પણ ન ફરકે એવી તૈયારી, ભાવનગરમાં કડક સુરક્ષા સાથે નીકળશે રથાયાત્રા
  2. Rathyatra 2023: ભગવાન જગન્નાથ નિજ મંદિર પરત ફર્યા, નેત્રોત્સવ વિધિ કરી આંખે પાટા બાંધવામાં આવ્યા
  3. Rath Yatra 2023 : રથયાત્રાને લઈને પોલીસ સજ્જ, રૂટ પર મેગા રીહર્સલ યોજાયું, 21 કિમીનો રસ્તો અવરજવર માટે બંધ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.