પાટણ : શંખેશ્વર તાલુકાના પંચાસર ગામ નજીક રોડ વચ્ચે અચાનક રખડતું પશુ આવી જતા બાઈક સાથે ટકરાતા બાઈક ચાલક રોડ ઉપર અટકાતા ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે આશાસ્પદ યુવાનનું મોત થયું હતું. યુવાનના મોતના સમાચાર મળતાં પરિવારજનોમાં શોકની કાલિમા છવાઈ છે. સાથે જ તંત્રની રખડતા ઢોરોને ડબ્બે પૂરવાની કામગીરી સામે પણ રોષ જોવા મળી રહ્યો છે.
હાઇકોર્ટના આદેશની અવગણના : સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરોનો પ્રશ્ન તાકીદે હલ કરવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારને તાકીદ કરી છે. જ્યારે બીજી બાજુ હાઇકોર્ટના આ આદેશની પાટણ જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકાના સત્તાધીશો તેમજ ગ્રામપંચાયતો પર કોઈ અસર ન હોય તેમ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓનો પ્રશ્ન પેચીદો બન્યો છે.
આ પણ વાંચો Stray Cattle Issue: આખલાએ આવરદા છીનવી, ઘરમાં ઘુસીને તાંડવ કરતા વૃદ્ધાનું મૃત્યુ
વારંવાર બની રહ્યાં છે આવા બનાવ : પાટણ શહેર સહિત જિલ્લામાં અવારનવાર રખડતા ઢોર વાહન ચાલકો અને રાહદારીઓને અડફેટે લઈ ઇજાગ્રસ્ત કરે છે. તો કેટલાક બનાવોમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા વ્યક્તિઓના મોત પણ થયા છે. થોડા દિવસો પહેલા અઘાર ગામે રખડતા પશુઓએ બે મહિલાઓને હડફેટે લેતા તેમના મોત થયા હતા. તો રાધનપુરમાં રખડતો આખલો વૃદ્ધ મહિલા ના ઘરમાં ઘૂસી જઈ અફરાત પડી મચાવી વૃદ્ધાને ઈજાઓ પહોંચાડી હતી જે વૃદ્ધ મહિલાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે આજે વધુ એક પ્રખરતા પશુએ આસપાસ યુવાનને મોતના મુખમાં ધકેલ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
રોડ વચ્ચે પશુ આવતા સર્જાયો અકસ્માત : આ અકસ્માતની હકીકત મુજબ શંખેશ્વર તાલુકાનાના પંચાસર હાઈવે પર બસ સ્ટેશન પાસે અજીત રાજુભાઈ ગોહિલ ઉંમર વર્ષ 26 પોતાનુ બાઈક લઈને ખેતરેથી પરત પોતાના ઘર તરફ જઈ રહ્યો હતાં અને પંચાસર બસ સ્ટેશન નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમ્યાન માગૅ પર અચાનક રસ્તે રખડતું પશુ વચ્ચે આવતાં બાઈક રોડ પર સ્લીપ ખાઈ જતા બાઈક ચાલક રોડ ઉપર ફટકાતા તેને ગંભીર ઇજાઓ થવા પામી હતી.
આ પણ વાંચો Rajkot News: રાજ્યમાં રખડતા શ્વાનનો ત્રાસ, માસૂમ બાળકને ભર્યા બચકા
ડોક્ટરે મૃત જાહેર કર્યો : અકસ્માતની ઘટનાને પગલે આસપાસમાંથી લોકોએ દોડી આવી ઈજાગ્રસ્તને સારવાર અર્થે તાત્કાલિક શંખેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા મૃતકના પરિવારજનો સહિત ગ્રામજનોમાં શોકની કાલિમા છવાઈ જવા પામી હતી. અકસ્માત અંગે શંખેશ્વર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
તંત્રની કામગીરી સામે રોષ : અદાલતોની સક્રિયતા અને સરકારના પ્રયત્નો છતાં પાટણ જિલ્લામાં રખડતા પશુઓની સમસ્યાનો કોઈ હલ આવી રહ્યો નથી. પાટણ તંત્રની ઉદાસીનતા દેખીતી છે કારણ કે અવારનવાર આવા બનાવ બની રહ્યાં છે. ત્યારે લોકોને જીવના જોખમે રસ્તાઓ પરથી પસાર થવાની ફરજ પડી રહી છે. જેથી લોકોમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી ઉભી થવા પામી છે.