- દુદખા ગામની સીમમાં ઘાસચારાની ગાડીમાં લાગી આગ
- વીજ વાયર ગાડીને અડી જતા લાગી આગ
- ચાલકે સમય સૂચકતા વાપરતા મોટી જાનહાનિ ટળી
પાટણ : જિલ્લાના સમી શંખેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના રોડ પરના વીજવાયરો નીચે લટકતા હોવાને કારણે ઘાસચારો ભરેલા વાહનોમાં અવારનવાર આગ લાગવાના બનાવો બને છે. 20 દિવસ અગાઉ શંખેશ્વર તાલુકાના સુબાપુરા ગામ પાસે જીવંત વીજ વાયર અડકી જતા ઘાસચારો ભરેલી મિની ટ્રકમાં આગ લાગી હતી. ત્યારે સોમવારે પણ આવો જ એક બનાવ સમી તાલુકાના દુદખા ગામ પાસે બન્યો હતો. ગામના હાઈવે માર્ગ પરથી પસાર થઇ રહેલી ઘાસચારો ભરેલી ટ્રકને પણ જીવંત વીજ તારને અડકી જતા એકાએક આગ લાગી હતી. જોકે, સદ્દનસીબે ચાલકનો બચાવ થતા જાનહાનિ ટળી હતી.
આગને કારણે ઘાસચારો બળીને ખાખ
અગન જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોઈ ગામ લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તો ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આગની લપેટમાં ઘાસનો જથ્થો પલભરમાં જ રાખમાં ફેરવાઇ ગયો હતો.
આ પણ વાંચો - 11 નવેમ્બર : શંખેશ્વર નજીક ટ્રકમાં આગ લાગતા ઘાસચારો બળીને ખાખ
શંખેશ્વર તાલુકાના સુબાપુરા ગામ પાસે ઘાસચારો ભરેલી મીની ટ્રકને જીવંત વીજ વાયર અડી જતા આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી હતી. જોકે ચાલકની સમય સૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી.