પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિર્વસિટીના કન્વેન્શન હોલમાં બે દિવસીય યુવા મહોત્સવ શરુ થયો છે. આ યુવા મહોત્સવ રાજ્ય સ્તરનો છે. સમગ્ર રાજ્યમાંથી 800 યુવા કલાકારોએ ભાગ લીધો છે. આ સ્પર્ધામાં વિજેતા થનાર કલાકારો નેશનલ કોમ્પિટિશનમાં પણ ભાગ લેવાના છે. આ નેશનલ કોમ્પિટિશન 12મી જાન્યુઆરીએ યોજાવાનો છે.
800 યુવા કલાકારોઃ પાટણની યુનિવર્સિટીમાં રાજ્ય કક્ષાનો બે દિવસીય યુવા મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે. આ મહોત્સવનો જિલ્લા શિક્ષણ અધિકારી અશોક ચૌધરી અને કલા ક્ષેત્રે ગૌરવ પુરસ્કાર વિજેતા મયંક દવે તેમજ નયન ભટે વિધિવત રીતે શુભારંભ કરાવ્યો હતો. ગાંધીનગરના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને પાટણની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા આયોજિત યુવા મહોત્સવની થીમ 'યુથ જોબ ક્રિએટર' રાખવામાં આવી હતી. આ યુવા મહોત્સવમાં 36 કેટેગરીઝમાં સમગ્ર રાજ્યના 800 યુવા કલાકારોએ ભાગ લીધો છે. આ યુવા કલાકારોએ મહોત્સવમાં પોતપોતાની કળાક્ષેત્રે મનમોહક રજૂઆતો દર્શાવી છે. યુવા કલાકારોના પર્ફોર્મન્સથી સમગ્ર કેમ્પસ ગુંજી ઉઠ્યું હતું.
36 કેટેગરીઝઃ આ યુવા મહોત્સવમાં કુલ 36 કેટેગરીમાં યુવા કલાકારો પર્ફોર્મ કરી રહ્યા છે. આ 36 કેટેગરીમાં ભરતનાટ્યમ, લોકનૃત્ય, રાસ-ગરબા, કથ્થક, એક પાત્રીય અભિનય, લોકવાર્તા, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, કાવ્ય લેખન સહિતના ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાંથી ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, મધ્ય ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનના 800 જેટલા યુવા કલાકારોએ આ યુવા મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો છે. રાજ્ય કક્ષાના આ યુવા મહોત્સવમાં વિજેતા થનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. પ્રથમ અને દ્વિતીય શ્રેણીના વિજેતા વિદ્યાર્થીઓ આગામી 12 જાન્યુઆરીએ નેશનલ કક્ષાએ કક્ષાએ યોજાનાર યુવા ઉત્સવમાં ભાગ લેશે.
ગાંધીનગરના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને પાટણની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ અને દ્વિતીય શ્રેણીના વિજેતા વિદ્યાર્થીઓ આગામી 12 જાન્યુઆરીએ નેશનલ કક્ષાએ કક્ષાએ યોજાનાર યુવા ઉત્સવમાં ભાગ લેશે. આ દરેક યુવા સ્પર્ધકોની રહેવા જમવાની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે...બાબુ ચૌધરી(જિલ્લા યુવા વિકાસ અધિકારી, પાટણ)