- પાટણ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા ઓક્સિજન ટેન્કની વ્યવસ્થા શરૂ કરાઈ
- દર્દીઓને ઓક્સિજન સરળતાથી મળી રહેશે
- 25 ઓક્સિજનના સિલિન્ડર પણ હોસ્પિટલમાં મૂકવામાં આવ્યા
- હાલમાં 70થી 72 જમ્બો ઓક્સિજન સિલિન્ડર વપરાય છે
પાટણ : કોરોના મહામારીએ સમગ્ર રાજ્યને અજગરી ભરડામા લીધુ છે. જેને લઇ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય છે, પરંતુ ખાનગી કે સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની અછત હોવાને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે પાટણ સિવિલ હોસ્પિટલમાં સત્તાધીશો દ્વારા 200 લીટરની ઓક્સિજન ઉભી કરવામાં આવી છે.
આ પણ વાંચો - પાટણમાં રેમડેસીવીર ઈન્જેક્શનના દુરુપયોગ મામલે ડૉક્ટર સામે ફરિયાદ નોંધાઈ
પાટણ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત નહીં
આ ટેન્કમાં ઓક્સિજનના 25 સિલ્ડર્સ ભરીને પાઇપલાઇન દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં પહોંચતો કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ વધુ 25 ઓક્સિજન સિલિન્ડર પણ હોસ્પિટલમાં મૂકવામાં આવે છે, જેને લઈ કોઈ અગવડતા ઉભી ન થાય તેવા પ્રકારની વ્યવસ્થાને લઇ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની ઓક્સિજનની અછત હાલમાં જોવા મળી નથી.
આ પણ વાંચો - પાટણ : ખાનગી હોસ્પિટલ્સમાં રેમડેસીવીર ઇન્જેક્શનની અછત
ઓક્સિજન ટેન્ક કાર્યરત થતાં 25 ઓક્સિજન સિલિન્ડરનો ફાયદો થયો
આ અગાઉ પાટણ સિવિલ હોસ્પિટલમાં રોજની અંદાજીત 100 જેટલી ઓક્સિજનની બોટલ્સની જરૂરિયાત રહેતી હતી અને તે પૂર્ણ થયા બાદ રિફિલિંગ થઈ આવતા બે કલાક જેટલો સમય લાગતો હતો. જે દરમિયાન દર્દીઓની હાલત કફોડી બનતી હતી, પરંતુ હવે ઓક્સિજન ટેન્ક થકી જ ઓક્સિજન આપવાનું શરૂ કરવામાં આવ્યુ છે, જેને લઇ દર્દીઓને સમયસર અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે.