આત્મા યોજના અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાટણના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કૃષિ મેળામાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને ખેતીમાં પાણીના બચાવ અને જળ સંચય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ તેમજ આ મેળામાં વિવિધ કંપનીઓના કૃષિ લક્ષી સામગ્રી તથા યોજનાઓના અલગ અલગ સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા હતા જેમાંથી ખેડૂતોને ખેતી લક્ષી માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખેડૂતોએ પોતાના ખેતરોમાં વિવિધ યોજનાનાઓના લાભ થકી મેળવેલા લાભ અને ખેતીની વૃદ્ધિ બાબતે પોતાના અભિપ્રાયો રજુ કર્યા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ૧૦૧ ખેડૂતોને સાફલ્યગાથા પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું તેમજ જીલ્લાના વિવિધ તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો ના સફળ ખેતી પ્રયોગોનું વિડીઓ પ્રેઝન્ટ પણ કરવામાં આવ્યું હતું.