- નગરપાલિકાના વિપક્ષ અને અપક્ષના છ સભ્યોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું
- મ્યુનિસિપલ એકટની કલમ 258 હેઠળ કાર્યવાહી માટે ઠરાવની નકલો આપવા માંગ
- ગત સામાન્ય સભામાં શાસક પક્ષે બહુમતીના જોરે કેટલા ઠરાવો કર્યા હોવાનો આક્ષેપ
પાટણ : નગરપાલિકાના વિપક્ષ અને અપક્ષ ના કુલ છ નગરસેવકોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, ગત તારીખ 28 જુલાઇના રોજ મળેલી સામાન્ય સભામાં સત્તાધારી પક્ષે એજન્ડા ઉપરના વિવિધ કામો પૈકી 27 કામો બહુમતીના જોરે અને નિયમ વિરુદ્ધ પાસ કરવામાં આવ્યા છે. આ કામોની વિરોધમાં રીજીયોનલ કમિશ્નર કચેરીમા અરજી કરવાની છે.
ભ્રષ્ટાચારની આશંકાઓને લઈ ઠરાવો સ્થગિત કરવાની રજૂઆત
જેથી મ્યુન્સિપલ એક્ટની કલમ 258 હેઠળ કાર્યવાહી કરવાની હોવાથી દીન પાંચમાં ઉપરોક્ત તમામ એજન્ડાના કામોના ઠરાવની નકલ આપી આ ઠરાવોનું અમલીકરણ નહિ કરવા માંગણી કરી છે. અપક્ષ અને વિપક્ષના સભ્યો દ્વારા આ 27 જેટલા કામોમાં ભ્રષ્ટાચાર આચરવા આવે તેવી આશંકાઓને લઈ ઠરાવો સ્થગિત કરવામાં રજૂઆત કરાઇ છે.