પાટણ: રાધનપુર પંથકમાં ખેડૂતોના હિત માટે અને પિયતનું પૂરતું પાણી મળી રહે, તે માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચે છે. નર્મદાની કેનલો બનાવી છે. આ કેનાલમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે. ગુણવત્તાવિહીન બનેલી આ કેનાલમાં વારંવાર ગાબડાં પડતા ખેડૂતો માટે સુવિધાના બદલે આ કેનાલો આફતરૂપ બની છે.
નર્મદા સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આ કેનાલોની યોગ્ય જાળવણી ન કરવામાં આવતા વારંવાર ગાબડા પડતા ખેડૂતો પાકને નુકસાન થાય છે. મંગળવારે રાધનપુરના ગોતરકા અને દેલાણા ગામ વચ્ચેથી પસાર થતી કેનાલમાં મોટું ગાબડું પડતાં તેના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને મોટુ નુકસાન થયું છે અને પડતા ઉપર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
છેલ્લા કેટલાય સમયથી આ કેનાલ તૂટી છે, એ મામલે અનેક વાર ખેડૂતોએ રજૂઆતો કરી છે, પણ કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવતા ખેડૂતોએ રજૂઆતો કરી છે. પણ કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવતા કરી છે. પણ કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવતા નથી જેના કારણે ખેડૂતોને વારંવાર નુકસાન વેઠવું પડે છે.
કેનાલમાં પડતા ગામડા મામલે રાધનપુરના ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો કે, સરકાર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે ગુણવત્તા વગરનું કામ થવાના કારણે આ કેનાલો વારંવાર તૂટી જાય છે.