- કોંગ્રેસનાં મહિલા ઉમેદવાર બે જગ્યાએ મતદાર યાદીમાં નામ હોવાને લઈને કરાઈ હતી વાંધા અરજી
- આશાબેન રબારી પાટણ અને ગલોલી વાસણા ગામે મતદાર યાદીમાં ધરાવે છે નામ
- 2જી ફેબ્રુઆરીએ ગલોલી વાસણામાંથી નામ રદ કરવા આપી હતી અરજી
પાટણ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે પાટણ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોનાં ફોર્મ ચકાસણી દરમ્યાન વોર્ડ નંબર 11માં કોંગ્રેસના મહિલા ઉમેદવારનું નામ બે સ્થળોએ મતદારયાદીમાં હોવા અંગે ભાજપના ઉમેદવારો દ્વારા લેખિતમાં વાંધો ઉઠાવતા ઉત્તેજના વ્યાપી ગઈ હતી. જોકે, સુનાવણી દરમિયાન ઉમેદવારે ફોર્મ ભરતા અગાઉ જ બે પૈકીની એક જગ્યાએથી નામ હટાવવા માટે અરજી આપી હોવાથી પ્રાંત અધિકારીએ વાંધા અરજી ફગાવી હતી.
કોંગી કાર્યકરોએ બગવાડા ચોક ખાતે ફટાકડા ફોડી અને એક બીજાનું મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી. ભાજપનાં ચારેય ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો હતો વિરોધવોર્ડ નંબર 11નાં ભાજપના ઉમેદવાર પટેલ જયેશ ભાઇ પટેલ સહિતના ચાર ઉમેદવારોએ સોમવારે પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરે સમક્ષ ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમ્યાન વોર્ડ નંબર 11નાં કોંગ્રેસ પક્ષનાં મહિલા ઉમેદવાર આશાબેન ગેમરભાઈ દેસાઈનું નામ વિધાનસભા મત વિભાગની મતદારયાદી 2021માં ચાણસ્માનાં ભાગ નંબર 89 ઉપર અનુક્રમ નંબર 321થી નોંધાયેલ છે. તેમજ પાટણ શહેરની મતદારયાદીનાં વિભાગ નંબર 6/11 માં અનુક્રમ નં.493 મા એમ બે જગ્યાએ નોંધાયેલું હતું. જે ગુનો બનતો હોવાથી તેમની ઉમેદવારી રદ કરવા માટે વાંધા અરજી આપી હતી. જેને લઇ પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ સહિત કોંગ્રેસના સમર્થકો પ્રાંત કચેરીએ દોડી આવ્યા હતા અને આશાબેન નું ચાણસ્માનાં ગલોલી વાસણા ગામની મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે ફોર્મ ભરી આપવામાં આવ્યું હતું.
પાટણ વોર્ડ નં. 11માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર સામેની વાંધા અરજી ફગાવાઈ પ્રાંત અધિકારીએ તાત્કાલિક બી.એલ.ઓ ને બોલાવીને સુનાવણી હાથ ધરી પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરી દ્વારા ગલોલી વાસણા ગામના બી.એલ.ઓ ને રૂબરૂ બોલાવીને સુનાવણી હાથ ધરી હતી. જેમાં આશાબેન દેસાઈએ ફોર્મ નંબર 7 ભરીને રજૂ કરવાનું જણાવતા તેમજ આવા કિસ્સાઓમાં ગુજરાત હાઇકોર્ટનાં ચુકાદા તથા રાજ્ય ચૂંટણી આયોગની વખતો-વખતની ટેકનિકલ કારણોસર ઉમેદવારી ફોર્મ માન્ય નહીં કરવાની સૂચના ધ્યાને લઇ ભાજપના ઉમેદવારોનો વાંધો ફગાવી દઈ આશાબેન દેસાઈ નું ફોર્મ માન્ય હોવાનો હુકમ કર્યો હતો. વોર્ડ નંબર 11નાં કોંગ્રેસનાં ઉમેદવાર આશાબેન દેસાઈ સામેનો વાંધો ફગાવી દેવામાં આવતા કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને તેમના સમર્થકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી અને શહેરના બગવાડા ચોક ખાતે ફટાકડા ફોડી અને એક બીજાનું મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી.