પાટણઃ રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઓબીસી સમાજ માટેની 10 ટકા અનામત હટાવવાનો નિર્ણય કર્યો છે. જેની સામે ગુજરાતમાં વિરોધનો સુર ઉઠ્યો છે. આજે પાટણ યુનિવર્સિટીમાં ત્રણ જિલ્લાઓના OBC સમાજના(OBC caste list) આગેવાનોની ચિંતન- સંકલ્પ બેઠક યોજાઈ હતી. જેમાં 10 ટકા OBC અનામતની માંગને બુલંદ બનાવાઈ હતી.
OBC સમાજના લોકોમાં ભારે રોષ -સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી 2022 માં દેશના તમામ રાજ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો OBC અનામતની પુનઃસમીક્ષા, સર્વેક્ષણ કરી તેના પ્રમાણ, બેઠકોનો પ્રકાર,રોટેશન અને સીમાંકનને આખરી કરવા આદેશ કર્યો હતો. જોકે તે પછીના છ મહિનામાં ગુજરાત સરકારે આ દિશામાં કોઈ કાર્યવાહી કરી નથી ઉલટાનું રાજ્ય ચૂંટણી આયોગે 3252 ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્વે પંચાયત અધિનિયમ 1993 હેઠળ પહેલાથી અમલમાં રહેલ 10 ટકા અનામતનો આંકડો જ કાઢી નાખ્યો છે. જેની સામે સમગ્ર ગુજરાતમાં OBC સમાજના( Meeting of OBC community)લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં OBC સમાજ માટે ભાજપ કોર્ટમાં જવા તૈયાર
ચિંતન સંકલ્પ બેઠક યોજવામાં આવી - OBC અનામત બચાવવા અંગે બેઠકોનો દોર શરૂ થયો છે. આજે પાટણ યુનિવર્સિટીમાં પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના OBC સમાજના આગેવાનો અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ચિંતન સંકલ્પ બેઠક યોજવામાં આવી હતી. જેમાં દરેક સમાજના આગેવાનોએ OBC અનામત બચાવવા માટેના પોતપોતાના સૂચનો રજૂ કર્યા હતા. સરકાર દ્વારા અનામત આપવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીઓનો બહિષ્કાર કરવામાં આવશે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરોને ગામમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં તેવો નિર્ણય કરાયો હતો.
આ પણ વાંચોઃ Junagadh Maldhari Samelan: માલધારી સમાજનું યોજાયું સંમેલન, 7 જેટલી માંગોને કરાઈ બુલંદ
OBC સમાજની આ સરકારમાં કોઈ ગણના થતી નથી - આ ચિંતન સંકેત બેઠકમાં રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈ જણાવ્યું હતું કે 159 જાતિઓનો મોટો સમુદાય હોવા છતાં OBC સમાજની આ સરકારમાં કોઈ ગણના થતી નથી, ત્યારે ઓબીસી સમાજમાંથી ચૂંટાયેલા તાલુકા પંચાયત,જિલ્લા પંચાયતના સદસ્ય ધારાસભ્ય અને સંસદના ઘરે જય ઓબીસી અનામત માટેનો જવાબ માંગવો પડશે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં જય ભવાની ભાજપ જવાની ના નારા સાથે ઓબીસી સમાજની અનામત માટે આગળ વધવું પડશે તેવો અનુરોધ કર્યો હતો.
સરકારને સત્તા પરથી હટાવતા ઓબીસી સમાજ અટકાશે નહી - પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે OBC સમાજને વર્ષોથી 27 ટકા અનામત મળેલી છે. RSSની વિચારધારાથી ચાલતી આ સરકાર દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં 10 ટકા અનામત ખતમ કરવામાં આવી છે અને ધીરે ધીરે આવનારા સમયમાં શિક્ષણ નોકરીઓ સહિત તમામ ક્ષેત્રમાંથી અનામતને નાબૂદ કરવાના એક ષડયંત્ર શરૂઆત કરી છે એની સામે ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં આક્રોશ છે. ભૂતકાળમાં માધવસિંહ સોલંકીએ 27 ટકા અનામત માટે સત્તા છોડી હતી પણ હવે જો આ સરકાર ઓબીસી સમાજને અન્યાય કરવાનું આ ષડયંત્ર પાછું નહીં ખેંચે તો આવનારા દિવસોમાં ભૂપેન્દ્ર પટેલની સરકારને સત્તા પરથી હટાવતા પણ ઓબીસી સમાજ અટકાશે નહી. આ બેઠકમાં સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ધાનેરા ધારાસભ્ય નાથા પટેલ, ગોવા રબારી, ગેનીબહેન ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.