- NSUIએ ફરી એકવાર યુનિવર્સિટીમાં કર્યા દેખાવો
- online પરીક્ષા લેવામાં આવે તેવી કરી માંગ
- MBBSના ભ્રષ્ટાચાર મામલે કુલપતિ સામે 2000ની નકલી નોટો નાખી
પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી 8 એપ્રિલથી MA, M.COM, M.SC, MRS, MP.Ed, PGDCA, LLM સેમિસ્ટર-1ની પરીક્ષાઓમાં 16,282 વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા યોજવા જઇ રહી છે. ત્યારે હાલમાં સમગ્ર ગુજરાતમાં વધતા કોરોના કારણે પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા તમામ પરીક્ષાઓ ઓનલાઇન લેવામાં આવે તેવી માંગ સાથે NSUIના કાર્યકરોએ યુનિવર્સિટી ખાતે ભારે હોબાળો મચાવી દેખાવો કર્યા હતા. યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે NSUIના કાર્યકરોને વહીવટી ભવન પાસે અટકાવ્યા હતા. કાર્યકરોએ વિરોધ સૂત્રો કર્યા હતા.

આ પણ વાંચો: ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કૌભાંડ મામલે મુખ્યપ્રધાનનું નિવેદન
MBBSના ભ્રષ્ટાચાર મામલે રૂપિયા-2000ની નકલી નોટો કુલપતિ ઉપર નાખી
યુનિવર્સિટીના કુલપતિ NSUIના કાર્યકરોની રજૂઆત સાંભળવા સામે ચાલીને આવ્યા હતા, પરંતુ કાર્યકરો અને કુલપતિ વચ્ચે લોખંડનો ઝાંપો બંધ કરી દેવામાં આવ્યો હતો અને કુલપતિએ વહીવટી ભવનની અંદર રહીને રજૂઆત સાંભળી હતી. ત્યારે NSUIના શહેર અને જિલ્લા પ્રમુખે યુનિવર્સિટીની પરીક્ષાઓ ઓફલાઈન લેવામાં આવે તેવી રજૂઆત કરી હતી. MBBSના ભ્રષ્ટાચાર મામલે રૂપિયા-2000ની નકલી નોટો કુલપતિ ઉપર નાખી પાસ કરવા જણાવ્યું હતું અને પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી માંગ કરી હતી.
આ પણ વાંચો: પાટણ યુનિવર્સિટીમાં કૌભાંડ મામલે NSUIએ કુલપતિના રાજીનામાની માગ કરી
અન્ય યુનિવર્સિટીઓ સાથે ચર્ચા કરી પરીક્ષાની ગોઠવણી કરાશે: કુલપતિ
યુનિવર્સિટીના કુલપતિ જે.જે. વોરાએ આ બાબતે જણાવ્યું હતું કે, ઓનલાઇન પરીક્ષા માટે યુનિવર્સિટીના પરીક્ષા નિયામક તેમજ બીજી યુનિવર્સિટીઓ સાથે ચર્ચા-વિચારણા કરી પરીક્ષાની ગોઠવણી કરવામાં આવશે.