- પાટણમાં કોરોનાનો કહેર યથાવત
- સંક્રમણને નિયંત્રિત કરવા વહીવટી તંત્રએ લીધો મહત્વનો નિર્ણય
- બેથી વધુ કેસ આવે તેવી સોસાયટીને કરવામાં આવી રહી છે સીલ
પાટણઃ શહેર અને જિલ્લામાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાજેતરમાં રાજય કક્ષાની કોર કમિટીની બેઠક પાટણ ખાતે યોજી હતી.
આ પણ વાંચોઃ પાટણમાં કોરોના બેકાબૂ, નવા 122 કેસ નોંધાયા
બેથી વધુ પોઝિટિવ કેસ આવે તેવા વિસ્તારને કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરાયા
આ બેઠકમાં જે સોસાયટી કે મહોલ્લામાં બેથી વધુ પોઝિટિવ કેસ આવે તેવા વિસ્તારને કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવા સૂચના અપાઈ હતી. જેને અનુસંધાને પાટણ શહેરના ભૈરવ મંદિર પાછળ આવેલી રાજલક્ષ્મી સોસાયટીમાં ત્રણથી વધુ કેસ આવતા આ સોસાયટીને કન્ટેઈન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવી છે. તેમજ સોસાયટીમાં અવર-જવર પણ બંધ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ પાટણ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા
પ્રતિબંધિત સોસાયટી આગળ પોલીસની પહેરેદારી ગોઠવાઈ
આ ઉપરાંત ચાણક્યપુરી સોસાયટીમાં 5 કેસ નોંધાતા તંત્ર દ્વારા આ સોસાયટીને પણ સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત પાટણ શહેરના હાઈવે ઉપરની સોસાયટીઓ તેમજ સીટી વિસ્તારમાં મોહલ્લામાં અને સોસાયટીઓમાં 10થી વધુ વિસ્તારોને કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે. આ વિસ્તારોમાં અવર-જવર પર પ્રતિબંધ મૂકી પોલીસની પહેરેદારી ગોઠવી દેવાઈ છે.