ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહમદ મુસ્તુફના નવસા અને હજરત અલીના પુત્ર હઝરત ઇમામ હુસેને માનવતાના મૂલ્યોની રક્ષા અને સત્ય માટે કરબલના મેદાનમાં પરિવાર અને સાથીઓ સાથે શહીદી વ્હોરી હતી. તેમની યાદમાં મંગળવારના રોજ બપોરની નમાઝ બાદ શહેરના બુકડી, પિંજર કોટ, વનગવાડો, પાંચપાડા, ટાંકવાડો, ઇકબાલચોક, કાલિબજાર,ગુલશન નગર સહિતના મુસ્લિમ વિસ્તારોમાંથી 10 તાજીયા અને મન્નત સહિતના 40 નારા સાથે નીકળ્યા હતા.
તાજીયા ઝુલુસ ઇમામ હુસેનના રોઝા મુબારકની પ્રતિકૃતિવાળા અલગ-અલગ તાજીયા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિવિધ મહોલ્લાઓના અખાડીયન યુવાનોએ તલવારબાજી, ખંજર, પટ્ટા, લાઠીદાવ, સહિતના કરતબો કર્યા હતા. ઝુલુસના માર્ગો પર ઠેર-ઠેર હિન્દુ શ્રધ્ધાળુઓ દ્વારા માર્ગો પર પાણીનો છટકાવ કરવામાં આવ્યો હતો.