ETV Bharat / state

લમ્પી વાયરસથી મૃત્યું પામેલા પશુઓના માલિકોને સહાય ચૂકવવા ધારાસભ્યની માંગ - પાટણના સાંતલપુર તાલુકા

પાટણના સાંતલપુર તાલુકામાં(Santalpur Taluka of Patan) લમ્પી વાયરસનો પૂરેપૂરો દબદબો જોવા મળ્યો છે. આ મામલે રાધાનપુરના ધારાસભ્યે મુલાકાત લીધી હતી. આ દરમિયાન, પશુ ચિકિત્સક અધિકારીઓને ઝડપી રસીકરણ (Lumpy virus Vaccination) માટે સૂચના પણ આપી હતી. સરકાર દ્વારા મૃતક પશુઓના માલિકને આર્થિક સહાય માટે ધારાસભ્યએ માંગ કરી છે.

લમ્પી વાયરસથી મૃત્યું પામેલા પશુઓના માલિકોને સહાય ચૂકવવા ધારાસભ્યની માંગ

author img

By

Published : Aug 8, 2022, 8:16 PM IST

પાટણ: સરહદી વિસ્તાર એવા સાંતલપુર તાલુકામાં લમ્પી વાયરસનો કહેર(Lumpy virus in Gujarat ) જોવા મળી રહ્યો છે. ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય રઘુ દેસાઈએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ પશુપાલકો સાથે ચર્ચાઓ કરી હતી. આ સાથે જ પશુ ચિકિત્સક અધિકારીઓને (Veterinary Officers) ઝડપીમાં રસીકરણ (Lumpy virus Vaccination ) કરવા માટે સૂચનાઓ આપી હતી. મૃત પશુના (Death Of Cows Due to Lumpy virus) માલિકોને સરકાર દ્વારા આર્થિક સહાય ચૂકવવામાં આવે, તેવી માંગ પણ કરી હતી.

લમ્પી વાયરસ ને લઈ રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય રઘુ રેસાઈએ અસરગ્રસ્ત ગામોની લીધી મુલાકાત

આ પણ વાંચો: ગૌ માતા મર્યા પછી પણ બની લાચાર, રસ્તા પર જોવા મળ્યો સ્મશાન ઘાટ

લમ્પી રોગચાળાનો સર્વે કરવામાં આવ્યો - પાટણ જિલ્લામાં(Lumpy virus in Patan) લમ્પી વાયરસનો કહેર(Lumpy Skin Disease ) દિન પ્રતિદિન વધતો જાય છે. 520 જેટલા ગામોમાં લમ્પી રોગચાળાનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં લમ્પી 459 ગૌવંશ લમ્પી ગ્રસ્ત બન્યા છે. જ્યારે સૌથી વધુ કેસ સાંતલપુર તાલુકામાં જોવા મળ્યા છે. આ વિસ્તારના ધારાસભ્ય રઘુ દેસાઈએ અસરગ્રસ્ત ગામો અને ગૌશાળાઓની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પશુપાલકો તેમજ ગૌશાળાના સંચાલકો(Cattle breeders and Gaushala managers) સાથે વર્તમાન પરિસ્થિતિ અંગેની સમીક્ષા પણ કરી હતી. આ વિસ્તારમાં લમ્પી વાયરસ વકરે નહીં, તે માટે પશુ ચિકિત્સક અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

આ વિસ્તારમાં પરિસ્થિતિ વિકટ બની રહી છે જેથી સ્ટાફ વધારો જોઈએ...રઘુ દેસાઈ

આ પણ વાંચો: Lumpy virus in Gujarat : 22 જિલ્લામાં લમ્પી વાઇરસનો ખોફ, રસીકરણ અને ગાયોના મોતની સરકારે આપી માહિતી

સરકાર પાસે આર્થિક સહાયની માંગ - રાધનપુર ધારાસભ્ય(MLA of Radhanpur ) રઘુ દેસાઈએ જણાવ્યું હતું કે, સાંતલપુર તાલુકામાં લમ્પી વાયરસને લઈને પરિસ્થિતિ વિકટ બની રહી છે. તેથી પશુપાલન વિભાગ દ્વારા પૂરતા પ્રમાણમાં સ્ટાફ ફાળવવો જોઈએ. આ ઉપરાંત, આ વાયરસ વધુ ફેલાય નહીં તે માટે ઝડપથી રસીકરણ સરકાર દ્વારા કરવામાં આવે. આ રોગથી મૃત્યું પામનાર પશુઓના માલિકોને સરકાર દ્વારા 25થી 50 હજારની આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.