ETV Bharat / state

પાટણના ધારાસભ્યે કોંગ્રેસ ટીમ સાથે જાતે વેટમિક્સ પાથરી ખાડા પૂર્યાં, વિરોધનો નવતર પ્રયોગ - Repairing broken roads in Patan

પાટણમાં બિસ્માર રોડ તરફ પાલિકાનું ધ્યાન ખેંચવા માટે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ વિરોધનો નવતર પ્રયોગ દર્શાવ્યો હતો. તેમણે ખાડા પુરવા જાતે ટ્રેક્ટર ચલાવી વેટમિક્સ માલથી પુરવાની કામગીરી હાથ ધરી હતી MLA kirit Patel filled potholes , Patan Congress Protest , Broken road in Patan

પાટણના ધારાસભ્યે કોંગ્રેસ ટીમ સાથે જાતે વેટમિક્સ પાથરી ખાડા પૂર્યાં, વિરોધનો નવતર પ્રયોગ

author img

By

Published : Aug 31, 2022, 2:53 PM IST

પાટણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પ્રજાજનો બિસ્માર અને ઉબડખાબડ રોડ રસ્તાઓથી પરેશાન થઈ રહ્યા છે. ત્યારે લોકોને રાહત મળી રહે તે માટે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ખાડા પુરવાની આ કામગીરી હાથમાં લઈને જાતે ટ્રેક્ટર ચલાવી કોંગ્રેસના આગેવાનો કાર્યકરોની ટીમ સાથે નિકળી શહેરના રસ્તાઓ પરના ખાડા વેટમિક્સ માલથી પુરવાની કામગીરી હાથ ધરી હતી. તેમણે લીલીવાડીથી કર્મભૂમિ જલારામ મંદિર રોડ પરના ખાડા વેટમિક્સથી પૂર્યા હતાં.

કિરીટ પટેલે ખાડા પુરવા જાતે ટ્રેક્ટર ચલાવી વેટમિક્સ પાથર્યું હતું

પાટણમાં તૂટેલા રોડનું રીપેરિંગ નગરપાલિકાના સત્તાધીશો નિંદ્રાધીન મેદાને ઉતર્યા પાટણ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી વિવિધ વોર્ડ વિસ્તારમાં તેમજ મેઇન બજાર સહિત રાજમાર્ગો પર ઠેરઠેર રોડ પર ખાડા પડવાથી અને રોડ તૂટી જવાથી લોકોને હેરાન પરેશાન થવું પડતું હોવાની વ્યાપક લોકબૂમ પ્રવર્તી રહી છે. નગરપાલિકાના સત્તાધીશો લોકોને પાયાની સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ રહ્યા હોવાનો લોકમત ઉઠવા પામ્યો છે ત્યારે કોંગ્રેસની આ કામગીરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. શહેરના ચાણસ્મા હાઇવે પર લીલીવાડી, માતા ભીમાબાઈ ચોક આગળથી ખાડા પુરવાની કામગીરીનો પ્રારંભ કરી સત્યમ શિવમ સુંદરમ સોસાયટી કર્મભૂમિ પદમેશ્વર થઈ ટેલિફોન એક્સચેન્જ અને જલારામ ચોકડી તરફના રોડ પર આ કામગીરી આગળ વધારી હતી.

આ પણ વાંચો વરસાદી પાણીના નિકાલમાં તંત્રને રસ જ નથી લાગતો, ગામડાઓમાં હજી પણ નથી ઓસરી રહ્યા પાણી

પ્રજાલક્ષી કામગીરીને આવકારી રોડ પરના ખાડાઓના કારણે રાહદારીઓ તેમજ નાના વાહન ચાલકો સૌને મુશ્કેલીઓ ભોગવવી પડતી હોવાની બૂમ છે. નગરપાલિકા તંત્રે દ્વારા ખાડા પુરવાની કામગીરી સમયસર હાથ નહીં ધરાતા શહેરીજનોને મુશ્કેલીમાં રાહત મળી શકે તે હેતુથી નગરપાલિકાનું કામ ધારાસભ્યએ હાથમાં લીધું હતું. આજે તેમની આગેવાનીમાં ત્રણ ટ્રેક્ટરોમાં સિમેન્ટ, રેતી અને મેટલમાંથી બનાવાયેલ વેટમિક્સ માલ ભરીને ખાડા પુરાણ કામગીરી હાથ ધરવામાં આવતા લોકોએ આ પ્રજાલક્ષી કામગીરીને આવકારી હતી.

આ પણ વાંચો પાટણ જોગમાયા પરુની દયનીય સ્થિતિ જોઇને જાગો સરકાર આપી છે ચૂંટણી બહિષ્કારની ચીમકી

ધારાસભ્ય ખુદ ટ્રેકટર ચલાવીને કાર્યકરોની ટીમ સાથે મેદાનમાં ઉતર્યા રોડ પરના ખાડા પુરવાની કામગીરી માટે ધારાસભ્ય કિરીટ પટેલ ખુદ ટ્રેકટર ચલાવીને કાર્યકરોની ટીમ સાથે મેદાનમાં ઉતર્યા હતાં અને જાતે પાવડો હાથમાં લઈ ટ્રેક્ટરમાંથી વેટમિક્સ માલ રોડ પરના ખાડાઓમાં પાથર્યો હતો. દરમ્યાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાજપ અને નગર પાલિકાની હાય હાયના સૂત્રોચ્ચાર કરાયાં હતાં. કોંગ્રેસના આ નવતર અભિગમથી પ્રજાએ રાહત અનુભવી હતી અને શહેરના તમામ વિસ્તારમાં પડેલા ખાડા પુરાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. MLA kirit Patel filled potholes , Patan Congress Protest , Broken road in Patan કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ ખાડા પૂર્યા ,પાટણમાં બિસ્માર રોડ ,પાટણ કોંગ્રેસ વિરોધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.