- પાટણના ધારાસભ્ય એ હાંશાપુર ખાતે ભુંગર ગટર પંપીંગ સ્ટેશન નું કર્યું ખાતમુહૂર્ત
- છેલ્લા ઘણા વર્ષોથી પંપીંગ સ્ટેશન નું કામ ચડ્યું હતું ખોરંભે
- ધારાસભ્યએ આ મુદ્દે વિધાનસભામાં પણ કરી હતી ચર્ચા
પાટણ : છેલ્લા ઘણા વર્ષોથી અંબાજી નેળિયા વિસ્તારની 25થી વધુ સોસાયટીઓમાં ભૂગર્ભ પંપીંગ સ્ટેશનની સુવિધા ન હોવાને કારણે લોકોને ઘર શોસકુવા બનાવવાની ફરજ પડી હતી. જેને લઇ લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. વિવાદિત હાસાપુર પમ્પીંગ સ્ટેશનનું કામ ખોરંભે ચડતા પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ દ્વારા ઉચ્ચ કક્ષાએ તેમજ વિધાનસભામાં રજૂઆતો કર્યા બાદ આ કામને મંજુર કરવામાં આવ્યું હતું.
હાઇવે પરની સોસાયટીના રહીશોને મળશે ની ગટરની સુવિધાઓ
રૂપિયા 35 કરોડના આ પ્રોજેકટનું કામ 7 વર્ષ સુધી બંધ રહ્યું હતું. જેને કારણે હાંસાપુર તેમજ અંબાજી નેળિયા વિસ્તારની સોસાયટીના લોકોને ગટરના જોડાણ થી વંચિત રહેવું પડ્યું હતું. ત્યારે બુધવારે આ પંપીંગ સ્ટેશનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કીરીટ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રોજેક્ટ રૂપિયા ૩ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે અને આગામી સમયમાં ભૂગર્ભ ગટર થી વંચિત અંબાજી નેળિયું, આશાપુર ગામ, ઊંઝા હાઇવે પરની સોસાયટીઓ, માતરવાડી ગામ તેમજ ડીસા હાઈવે પરની સોસાયટીના લોકોને પણ ભૂગર્ભ ગટરના જોડાણની સુવિધા મળી રહેશે અને શોસકુવાની સમસ્યાઓથી લોકોને છુટકારો મળશે.