ETV Bharat / state

MD Drugs : SOG એ MD ડ્રગ્સની ડીલેવરી કરી ફેલ, બે શખ્સોની ધરપકડ

author img

By

Published : Jan 21, 2023, 10:41 AM IST

Updated : Jan 21, 2023, 3:39 PM IST

સિધ્ધપુરના ખળી ગામ પાસેથી MD ડ્રગ્સ સાથે બે શખ્સોને પોલીસે (Drugs case in Patan) પકડી પાડ્યા છે. પાટણ SOG પોલીસે 13.10 ગ્રામ MD ડ્રગ્સ સાથે અંદાજે બે લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Mehsana Highway Delivery MD Drugs)

MD  Drugs : SOG એ MD ડ્રગ્સની ડીલેવરી કરી ફેલ, બે શખ્સોની ધરપકડ
MD Drugs : SOG એ MD ડ્રગ્સની ડીલેવરી કરી ફેલ, બે શખ્સોની ધરપકડ
સિધ્ધપુર નજીકથી 1 લાખના એમડી ડ્રગ્સ સાથે કિશોર અને યુવક ઝડપાયો

પાટણ : રાજ્યમાં નશાખોરીની હેરાફેરી અટકવાનું નામ નથી લેતું દરરોજ દારૂ કે ડ્રગ્સની હેરાફેરીને લઈને અનેક સમાચાર સામે આવ્યા રાખે છે. ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર નજીક પાલનપુર મહેસાણા હાઇવે પર MD ડ્રગ્સની ડીલેવરી જોવા મળી હતી. જેમાં ત્રણ પૈકી કિશોર અને એક યુવકને પાટણ SOG પોલીસે ઝડપી લીધા છે. પોલીસે તેઓની પાસેથી 1,31,000ની કિંમતનું 13.10 ગ્રામ MD ડ્રગ્સ મળી કુલ રૂપિયા 2,01,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, આ દરમિયાન આ બંને શખ્સો સાથે રહેલા એક યુવક નાસી જતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો : Vadodara Drugs : સિંઘરોટ ડ્રગ્સ ફેક્ટરી મામલે પોલીસે આરોપીઓને સાથે રાખી તપાસનો કર્યો ધમધમાટ

પાટણમાં ડ્રગ્સના વેચાણનો રેલો : સમગ્ર ગુજરાતના યુવાધનને બરબાદીની પંથે ધકેલી દેનાર MD ડ્રગ્સના વેચાણનો રેલો હવે પાટણ જિલ્લામાં પણ આવ્યો છે. ગત રાત્રે પાટણ SOG PI સહિત સ્ટાફના માણસો સિદ્ધપુર હાઇવે પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે, MD ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી છે. આથી તેઓએ વોચ ગોઠવી હતી. મોડી રાત્રિના સમયે પાલનપુર મહેસાણા હાઇવે ના સર્વિસ રોડ પર સિદ્ધપુર નજીક ખળી ગામ તરફ જવાના રસ્તા પર રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચોહટનનો મૂળ વતની અને હાલ ઊંઝા ખાતે રહેતો પરપ્રાંતીય બાઈક ચાલક કિશોર નેદ્રાના ખોરજીયા સાઉદને MD ડ્રગ્સની ડીલેવરી આપવા આવ્યો હતો.

આ પણ વાંચો : સુરતમાં એમડી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ, ડ્રગ પેડલર વસીમ મિર્ઝા વોન્ટેડ જાહેર

પોલીસે મુદ્દામાલ કર્યો જપ્ત : જોકે વોચમાં રહેલા SOG પોલીસે બંને શખ્સોને ઝડપી લીધા હતા અને તેઓની સાથે રહેલા ત્રીજો એક ભવરલાલ રહે. બાડમેરવાળો નાસી છૂટયો હતો. પોલીસે બંને શખ્સોની તલાસી લેતા રૂપિયા 1,31,000ની કિંમતનું 13.10 ગ્રામ MD ડ્રગ્સ, 10,000ની કિંમતના બે મોબાઈલ, 10,000 રૂપિયાની કિંમતનું બાઈક નંબર GJ 21 R 5899,hyundai કંપનીની એસેન્ટ ગાડી નંબર MH 03 એ.આર.2140 કિંમત રૂપિયા 50 હજાર મળી કુલ રૂપિયા 2,01,000નો મુદ્દામાલ મળી આવતા તે જપ્ત કર્યો હતો. પાટણ સુધી પોલીસે ઝડપાયેલા બંને સામે સિદ્ધપુર પોલીસ મથકે NDPS એક્ટની કલમ મુજબ ગુનો નોંધતા વધુ તપાસ PSI વીએ લીમ્બચીયાએ હાથ ધરી છે.

Last Updated : Jan 21, 2023, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.