ETV Bharat / state

Marks Improvement Scam: પાટણ HNG યુનિવર્સિટીમા MBBS ગુણ સુધારણા કૌભાંડમાં કુલપતિ સહિતના સ્ટાફને અપાશે ચાર્જશીટ

પાટણની HNG યુનિવર્સિટીના (Patan HNG North Gujarat University) બહુચર્ચિત અને ભારે વિવાદ જગાવનાર MBBS ગુણ સુધારણા કૌભાંડમાં (Marks Improvement Scam) તપાસ સમિતિ (Inquiry Committee) દ્વારા દોષિત જાહેર થયેલા હાલના કુલપતિ ડો.જે.જે.વોરા અને જવાબદારો સામે પગલા ભરવા આજે કારોબારીની બેઠક મળી હતી, જેમાં લંબાણપૂર્વકની ચર્ચાઓ બાદ મોડી સાંજે દોષિત કુલપતિ અને જવાબદારોને ચાર્જશીટ આપી સમગ્ર કૌભાંડ મામલે ખુલાશો પુછવામાં આવ્યો છે. કારોબારી બેઠકના (Executive meeting of the University) આ નિર્ણયને પગલે ફુલપતિની હોદ્દા ઉપરથી હકાલપટ્ટી હાલ પુરતી ટળી છે. આજની આ કારોબારીની બેઠકમાં રાજયના ઉચ્ચ શિક્ષણ વિભાગના નાયબ નિયામક મહેશભાઇ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Marks Improvement Scam: પાટણ HNG યુનિવર્સિટીમા MBBS ગુણ સુધારણા કૌભાંડમાં કુલપતિ સહિતના સ્ટાફને અપાશે ચાર્જશીટ
Marks Improvement Scam: પાટણ HNG યુનિવર્સિટીમા MBBS ગુણ સુધારણા કૌભાંડમાં કુલપતિ સહિતના સ્ટાફને અપાશે ચાર્જશીટ
author img

By

Published : Dec 17, 2021, 7:57 AM IST

પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનાં (Patan HNG North Gujarat University) MBBSના 3 વિદ્યાર્થીઓને ઉત્તરવહી બદલી નાપાસમાંથી પાસ કરવાનો ગુણ સુધારણા કૌભાંડ (Marks Improvement Scam) બહાર આવ્યુ હતું . બહુ ગાજેલા આ કૌભાંડની (Marks Improvement Scam in HNGU) રાજયના ગૃહ સચિવ પંકજકુમાર દ્વારા તપાસ કરવામાં આવતા સરકારે હાલના કુલપતિ અને તત્કાલીન પુનઃમૂલ્યાંકન સમિતિના કન્વીનર ડો.જે.જે.વોરા અને અન્ય જવાબદાર કર્મચારીઓને દોષિત ઠેરવી તમામ સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો.

Marks Improvement Scam: પાટણ HNG યુનિવર્સિટીમા MBBS ગુણ સુધારણા કૌભાંડમાં કુલપતિ સહિતના સ્ટાફને અપાશે ચાર્જશીટ

દોષિતો સામે કાર્યવાહી માટે માંગી મુદત

કુલપતિએ સરકાર સમક્ષ સાચા દોષિતો સામે કાર્યવાહી થાય તે માટે મુદત માંગતા 1 માસનો સમય આપવામાં આવ્યો હતો. જે મુદત તા 15મી ડિસેમ્બેર પૂર્ણ થતાં સરકારના આદેશ મુજબ આ સમગ્ર કૌભાંડના દોષિતો સામે શું કાર્યવાહી કરવી તેને લઇ ગુરુવારે કારોબારીની બેઠક બોલાવવામાં આવી હતી.

સાડા ત્રણ કલાકની મેરેથોન બેઠક ચાલી

કુલપતિ ડો . જે.જે.વોરાની ગેરહાજરીમાં કાર્યકારી કારોબારી અધ્યક્ષ દિલીપ ચૌધરીના અધ્યક્ષસ્થાને મળેલી આ કારોબારી બેઠકમાં (Executive meeting of the University) તમામ સભ્યો હાજર રહ્યા હતા . જેમાં 2 સભ્યોએ ઓનલાઇન ચર્ચામાં ભાગ લીધો હતો . જયારે ઉચ્ચ શિક્ષણ વિભાગના (Department of Education) નાયબ નિયામક મહેશભાઇ મહેતા પણ ખાસ હાજર રહ્યા હતા . અંદાજે સાડા ત્રણ કલાક ચાલેલી આ મેરેથોન બેઠકમાં લંબાણપૂર્વકની ગહનચર્ચાઓ બાદ સર્વાનુમતે કુલપતિ સહિત સ્ટાફ સામે ચાર્જશીટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તમામ દોષિતને સાત દિવસમાં ચાર્જશીટ આપવામાં આવશે

દીલિપ ચૌધરીએ પત્રકારોને જણાવ્યું હતું કે, આ કારોબારીમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે, કે આ ગુણ સુધારણા કૌભાંડમાં સરકાર દ્વારા દોષિત ઠરેલા તમામને સાત દિવસમાં ચાર્જશીટ આપવામાં આવશે અને તેમના ખુલાશા પુછવામાં આવશે જે રજૂ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ કૌભાંડ મામલે કુલપતિની હકાલપટ્ટી હાલ પુરતી ટળી છે.

આ પણ વાંચો:

College Wrestling Competition: પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુસ્તી સ્પર્ધા યોજાઈ, 128 સ્પર્ધકોએ ભાગ લીધો

પાટણ HNG યુનિવર્સિટીમા MBBS ગુણ સુધારણા કૌભાંડમાં કુલપતિ સહિતનો સ્ટાફ દોષિત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.