પાટણ: ઓરેન્જ ઝોનમાં પાટણનો સમાવેશ થતા વહીવટીતંત્ર દ્વારા વેપારીઓને સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવી છે. જેને લઈ બજારોમાં લોકો ખરીદી માટે ઉમટી પડતા શહેર ફરી ધમધમવા લાગ્યું છે. તો બીજી તરફ લોકોની અવરજવર વધવાથી કોરોનાનો ભય પણ સતાવી રહ્યો છે. ત્યારે નગરપાલિકાએ જનહિતમાં મેડિકલ સેવા સિવાયના તમામ ધંધારોજગાર બપોરે 1 વાગ્યા પછી બંધ રાખવાની અપીલ વેપારીઓને કરવામાં આવી હતી. ત્યારે વેપારીઓએ નગરપાલિકાને સમર્થન આપી બપોરના 1 વાગ્યા બાદ પોતાના ધંધારોજગાર સ્વયંભૂ બંધ કરતા શહેરની બજારો સજ્જડ બંધ જોવા મળી હતી. વેપારીઓ દ્વારા આ પ્રકારનું સ્વૈચ્છિક લોકડાઉન શહેરમાં કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે જનહિતમાં કર્યું હતું.
પાટણમાં કોરોનાને નાથવા બંધને સંપૂર્ણ સમર્થન
પાટણ શહેરમાં કોરોનાને રોકવા માટે નગરપાલિકાના સભ્યો દ્વારા શહેરમાં બજારો બપોરે 1 વાગ્યા પછી બંધ કરવા વેપારીઓને અપીલ કરવામાં આવી હતી. જેનું વેપારીઓએ સમર્થન કરતા કેટલીક દુકાનો સિવાય સમગ્ર શહેર સજ્જડ બંધ જોવા મળ્યુ હતું.