ETV Bharat / state

અનલોક 1માં પાટણમાં માર્ગો અને બજારો થયાં પૂર્વવત - coronavirus news patan

લોકડાઉન 5માં કેટલીક છુટછાટ આપતાં શહેરોમાં જીવ આવ્યો છે. પાટણમાં અનલોક 1 ને પગલે શહેરમાં રોજિંદું જીવન શરૂ થતાં લોકોના ચહેરા પર એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જનજીવન ફરી ધબકતું જોવા મળ્યું છે.

Patan, Etv bharat
patan
author img

By

Published : Jun 2, 2020, 5:52 PM IST

પાટણઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીએ માનવ જીંદગીનો શ્વાસ થંભાવી દીધો છે. લોકડાઉનમાં છેલ્લા અઢી મહિનાથી ધબકારા ચૂકી થયેલું પાટણનું જનજીવન પુનઃ ધબકતું થયું છે. અનલોક 1 ને પગલે શહેરમાં રોજિંદું જીવન શરૂ થતાં લોકોના ચહેરા પર એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરકારની નવી ગાઇડલાઇન મુજબ ઓડ ઈવન પદ્ધતિ નાબૂદ થતાં શહેરમાં બજારો વહેલી સવારથી ધમધમી ઉઠયા છે.

અનલોક 1માં પાટણમાં માર્ગો અને બજારો પૂર્વવત બન્યા
કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારે આર્થિક પ્રવૃત્તિઓને ધમધમતી કરવા પાંચમા તબક્કામાં લોકડાઉનમાં છુટાછાટ આપી અનલોક 1ની જાહેરાત કરી છે. જેમાં મોટાભાગની ગતિવિધિઓને શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે, ત્યારે પાટણમાં જનજીવન પૂર્વવત બન્યું છે. છેલ્લા 70 દિવસથી શહેરની બજારો મર્યાદિત સમય સુધી જ ચાલુ રહેતા બપોર બાદ માર્ગો સુમસામ બની જતા હતા. ત્યારે અનલોક 1 માં મળેલી છૂટછાટને પગલે શહેરની બજારોમાં ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે. તેમજ સ્થાનિક નગરજનોની સાથે સાથે ગ્રામીણ વિસ્તારોમાંથી પણ લોકો શહેર તરફ વળ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. લાંબા સમયગાળા બાદ ગ્રામીણ લોકોની ચહલ-પહલ શહેરમાં શરૂ થતાં નાના મોટા રોજગારો ફરી જીવંત બન્યા છે.અનલોક 1માં સરકારે આપેલી છૂટછાટોને પગલે શહેરમાં ઓડ ઈવન પદ્ધતિ નાબૂદ થતાં કાપડ બજાર ,વાસણ બજાર, ઝવેરી બજાર સહિત કોમ્પલેક્ષ અને મામલો ફરી ધમધમવા લાગ્યા છે. આ સાથે જ શહેરના મુખ્ય માર્ગો તથા હાઈવે માર્ગો પર વાહનોની અવરજવરને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.