ETV Bharat / state

પાટણમાં મનીષ સિસોદિયા રોડ શો બાદ કરશે વિવિધ કાર્યક્રમો - Manish Sisodia visits Gujarat

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા પાટણની (Manish Sisodia road show in Patan) મુલાકાતે આવનાર છે. પાટણ અને સિદ્ધપુરમાં વેપારીઓ સાથે મનીષ સિસોદિયા લોક સંવાદ કરશે. આ ઉપરાંત મનીષ સિસોદિયાના અન્ય કેટલાક કાર્યક્રમો વિશે જાણો. (Patan assembly elections)

પાટણમાં મનીષ સિસોદિયાનો રોડ શો બાદ વિવિધ કાર્યક્રમો

author img

By

Published : Sep 23, 2022, 10:26 AM IST

પાટણ વિધાનસભાની ચૂંટણીઓને અનુલક્ષી રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર સાથેની (Manish Sisodia road show in Patan) ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે. આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જે સંદર્ભે દિલ્હીના આપના વરિષ્ઠ નેતાઓ ગુજરાતમાં પ્રવાસો કરી રહ્યા છે, ત્યારે મનીષ સિસોદિયા બે દિવસ માટે પાટણની મુલાકાતે આવનાર છે. આ ઉપરાંત પાટણના AAPના ઉમેદવારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના ટેબ્લેટને લઈને પણ વાત કરી હતી. (Patan assembly elections)

પાટણમાં મનીષ સિસોદિયાનો રોડ શો બાદ વિવિધ કાર્યક્રમો

મનીષ સિસોદિયાનો રોડ શો પાટણ બેઠકના ઉમેદવાર લાલેશ ઠક્કરે જણાવ્યું હતું કે, દિલ્હીમાં શાળાઓમાં અમૂલ્ય પરિવર્તન લાવનાર મનીષ સિસોદિયા શુક્રવારના રોજ પાટણ અને બાલીસણાની મુલાકાતે આવનાર છે. તેઓ શુક્રવારે સવારે 10:00 કલાકે શહેરના ત્રણ (Manish Sisodia program in Patan) દરવાજાથી મુખ્ય બજાર થઈ પાલિકા બજાર સુધીનો રોડ શો કરશે. જે દરમિયાન વ્યાપારીઓ વિદ્યાર્થીઓ સાથે લોક સંવાદ કરી લોકોના મંતવ્યો જાણ છે. સાથે જ સાંજે બાલીસણા ખાતે જાહેરસભાને સંબોધશે. તારીખ 24મી સપ્ટેમ્બર 22ને શનિવારના રોજ સવારે 10:00 કલાકે સિદ્ધપુર ખાતે પણ મુખ્ય બજારમાં રોડ શો યોજી લોકો સાથે સંવાદ કરશે. (Manish Sisodia visits Gujarat)

વિદ્યાર્થીના ટેબલેટ મુદ્દે ચર્ચા પાટણ બેઠકના આપના ઉમેદવાર લાલે ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ત્રણ વર્ષ અગાઉ નમો ટેબલેટ પેટે રૂપિયા 1000 ઉઘરાવવામાં આવ્યા હતા. પરંતુ આજદિન સુધી એક પણ વિદ્યાર્થીને ટેબ્લેટ આપ્યા નથી. જે મુદ્દે આપના વિદ્યાર્થી સંગઠન દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. છતાં વિદ્યાર્થીઓને ટેબલેટ અપાયા નથી. માટે આગામી બીજી ઓક્ટોબર સુધી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં નહીં આવે તો આપ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે જનતા રીઝવવા માટે નેતાઓ રોડ શો કરી રહ્યા છે. (AAP candidate in Patan)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.