ETV Bharat / state

Makar Sankranti 2022: પાટણમાં પતંગ દોરીના ભાવમાં 30 ટકાનો વધારો, ગ્રાહકો પર અસર - 30% increase in kite prices

મકરસંક્રાંતિ પર્વને આડે બે દિવસ (Makar Sankranti 2022)બાકી રહ્યા છે ત્યારે પતંગ ઉડાડવા માટે ઉત્સુક પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે હજુ (Uttarayan in Gujarat 2022)સુધી પતંગ દોરીની ખરીદીમાં સામાન્ય ભીળ જોવા મળી રહી છે. ચાલુ વર્ષે કાચો માલ અને મજૂરી વધતાં પતંગ અને દોરાના ભાવમાં સામાન્ય કરતા 25 થી 30 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે.

Makar Sankranti 2022: પાટણમાં પતંગ દોરીના ભાવમાં 30 ટકાનો વધારો, ગ્રાહકો પર અસર

author img

By

Published : Jan 12, 2022, 2:05 PM IST

પાટણઃ શહેરમાં ઉતરાયણ પર્વનુ અનેરૂ (Makar Sankranti 2022)મહત્વ છે. પતંગ રસિયાઓ જોર શોરથી આકાશી યુદ્ધ ખેલવા થનગની રહ્યા છે. પાટણ શહેરમાં નગરપાલિકા તંત્ર દ્વારા ફાળવાયેલી જગ્યાઓ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો તેમજ અંતરિયાળ વિસ્તારોમાં પતંગ દોરાના સ્ટોલ(Uttarayan in Gujarat 2022) કાર્યરત થયા છે. ઉત્તરાયણને આડે ગણતરીના બે દિવસ બાકી રહ્યા છે છતાં દુકાનોમાં સામાન્ય ગ્રાહકો જોવા મળી રહ્યા છે. અગાઉના વર્ષોમાં 15 દિવસ પહેલેથી જ શહેરની બજારોમાં પતંગ દોરીની ખરીદીનો માહોલ જામતો હતો.

શહેરમાં ઉતરાયણ પર્વ

કોરોના મહામારીના કારણે ભાવમાં વધારો

ચાલુ વર્ષે પણ કોરોના મહામારી અને તોતિંગ ભાવવધારાને કારણે ઘરાકીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રંગબેરંગી અને અવનવી ડિઝાઇનના પતંગોની એક કોડી 80 રૂપિયાથી લઈને 140 રૂપિયાના ભાવે બજારમાં વેચાઇ રહ્યા છે. જ્યારે કાચી દોરીના રીલ એક હજારથી લઈને પાંચ હજાર સુધીની રૂપિયા 120થી લઈને 600નારૂપિયાના ભાવે વેચાઇ રહી છે. તેવી જ રીતે 1 હજારવાર થી 5હજરવારની તૈયાર ફિરકીઓ રૂપિયા 150થી 1200 રૂપિયા સુધીના ભાવે વેચાઈ રહી છે. પતંગ દોરીના ભાવ વધારા મામલે પાટણના પતંગ દોરીના હોલસેલના વેપારી આશિષ મોદીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે પતંગ બનાવવા માટેની વાંસની સળીના ભાવમાં વધારો તેમજ મજૂરી વધવાને કારણે પતંગોના ભાવમાં વધારો થયો છે તેવી જ રીતે ચાલુ વર્ષે કપાસના ભાવ વધતા રો મટીરીયલના ભાવ વધવાથી દોરીના ભાવમાં પણ વધારો થયો છે.

આ પણ વાંચોઃ Uttarayan 2022 Gujarat : કોરોનાની મહામારીના કારણે ઉત્તરાયણ પર ગ્રહણ

સામાન્ય વર્ગના લોકો માટે પતંગની મજા મોંઘી બનશે

આ વર્ષે દોરી પતંગના ભાવમાં તોતિંગ વધારો થતાં પતંગ રસિયાઓ માટે ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનું મોંઘું બની રહેશે મોંઘવારીમાં પીસાતી સામાન્ય વર્ગ માટે ઉત્તરાયણમાં પતંગની મજા માણવાનું પણ મોંઘું બની રહેશે.
આ પણ વાંચોઃ Corona affects Kite Market: સતત બીજા વર્ષે પતંગ બજારને લાગ્યું કોરોનાનું ગ્રહણ, વેચાણમાં થયો 25 ટકાનો ઘટાડો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.